Gujarati News

Gujarati News

News of Monday, 4th May 2020

બેટમાં કોરોના પ્રસરતા બેટ ગામને સંપૂર્ણ સેનેટાઇઝ કરાયુ

નગરપાલિકા પ્રમુખ ચેતનભાની લોકોને ઘરમાં રહેવા અપીલ

મીઠાપુર તા.૪ : હાલમાં કોરોના વાઇરસની મહામારી દરમિયાન અત્યાર સુધી એક પણ કેસ ના નોંધાવી બાકાત રહેલા દેવમૂમિ દ્વારકા જીલ્લાના તીર્થધામ બેટ ખાતે એકી સાથે બબ્બે કેસ પોઝીટીવ આવતા તંત્ર તુરંત જ હરકતમાં આવી ગયું છે. ત્યારે બેટને આવરી લેતી ઓખા નગરપાલિકા દ્વારા આખા બેટ ગામને બે પંપ મુકી સેનેટાઇઝ કરવાની પ્રક્રિયા પુરજોશમાં શરૂ કરવામાં આવી છે.

અવાર નવાર આ પ્રક્રિયા કરવા છતાં પણ કોરોના ના કેસ સામે આવતા સમગ્ર દેવભૂમિ દ્વારકા જીલ્લામાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે ત્યારે ઓખા નગરપાલિકાના યુવા પ્રમુખ ચેતનભા બી. માણેક દ્વારા ગ્રામજનોને કોઇ જ પ્રકારની અફવાનો ભોગ ના બનવા તથા પોતપોતાના ઘરોમાં જ રહી સુરક્ષિત રહેવા તથા વારંવાર હાથ ધોઇ કોરોનાને હરાવી શકશું તેવી અપીલ પણ કરવામાં આવી રહી છે.

હજુ એક વધારે કેસ તા. ૩/પ ના  રોજ સલાયાનો પણ પોઝીટીવ આવી ગયો છે ત્યારે આરોગ્ય વિભાગ અને વહીવટી તંત્ર બંને દોડતા થયા છે.

(11:43 am IST)