Gujarati News

Gujarati News

News of Monday, 4th May 2020

મોટી પાનેલી pgvcl કર્મીઓ પણ કોરોના વોરિયર્સઃ લોકડાઉનમાં અખંડ વીજ પુરવઠો ચાલુ રાખી લોકોને આપી રાહત

મોટી પાનેલી,તા.૪: કોરોના વાઇરસની ગંભીર મહામારી વચ્ચે સરકારશ્રીએ આપેલ દિશા નિર્દેશ અનુસાર છેલ્લા સવા મહિનાથી લોકો ઘરની અંદર પુરાયેલા છે. સંપૂર્ણ લોકડાઉનમાં રહેવા માટે અત્યારની મહત્વની જરૂરિયાતની સેવા એટલે કે વીજ પુરવઠો અને એ પણ સતત ચાલુ રહે તો અને તોજ લોકો ઘરમાં રહી શકે અને આવા કપરા સમયમાં ઉપલેટા તાલુકાના ભાયાવદર ડિવઝનના મોટી પાનેલી તેમજ ડિવિઝન ના વિસ્તારોમાં અખન્ડ વીજ પુરવઠો ચાલુ રાખી ભાયાવદર તેમજ પાનેલી pgvcl કર્મીઓ ખરા અર્થમાં કોરોના યોદ્ઘા સાબિત થયાં છે. કોરોના વાઇરસ ની આ કપરી મહામારીમાં સતત વીજ પુરવઠો ગામે ગામ લોકોને મળી રહે અને લોકડાઉન માં લોકો ઘરની અંદર જ રહે વીજળી વિના લોકો કંટાળે નહીં તેની પુરી તકેદારી રાખી આ કર્મચારી સતત ખડે પગે રહી કોરોના યોદ્ઘા સાબિત થયાં છે pgvcl કર્મચારીઓની કામગીરી લોકોની ચર્ચાનો વિષય બન્યો છે કે, આવા મહામારીના સમય માં માત્ર પોલીસ કર્મી કે ડોકટર્સ કે નર્સ જ નહીં પણ લોકો કંટાળીને લોકડાઉન ભંગ ના કરેઙ્ગ તેનો ખ્યાલ રાખી સતત વીજ પુરવઠો વહેતો રાખનાર આ કર્મચારી પણ સન્માન ના હક્કદાર છે.

(11:42 am IST)