Gujarati News

Gujarati News

News of Monday, 4th May 2020

જૂનાગઢમાં શરતોને આધીન બસ સેવા શરૂ કરાશે બસમાં 25 થી વધુ મુસાફરો બેસાડવા પર પ્રતિબંધ

ડ્રાઈવર કન્ડક્ટર અને પેસેન્જર ને માસ્ક પહેરવા ફરજીયાત

જુનાગઢ તંત્ર દ્વારા ગ્રીન ઝોનમાં સામેલ એવા જુનાગઢ ખાતે શરતોને આધીન બસ સેવા શરુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બસમાં ફરજ બજાવતા ડ્રાઈવર કન્ડક્ટર અને પેસેન્જર ને માસ્ક પહેરવા ફરજિયાત કરવામાં આવ્યું છે. સાથે સાથે બસ માં 25 થી વધારે મુસાફરો બેસાડવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

વિસાવદર , બીલખા , મેંદરડા , માંગરોળ, જૂનાગઢ, ચોરવાડ રુટ પર 43 દિવસ બાદ એસ ટી બસ ના થંભેલા પૈડાં ફરી દોડતા થશે. હાલ જૂનાગઢ જીલ્લા ને ગ્રીન ઝોન માં સમાવેશ થતાં એસ ટી ની સેવા ચાલુ કરવાની પરવાનગી આપવામાં આવી છે.

(11:52 pm IST)