Gujarati News

Gujarati News

News of Friday, 4th May 2018

માણાવદરનો રસાલા ડેમ ઉંડો કરવા પાલિકા પ્રમુખની ઉગ્ર રજૂઆત

ધારાસભ્યની ત્રીજી ટર્મ જીત્યા પરંતુ રસાલા ડેમ ઉંડો કેમ નથી થયો ?

માણાવદર, તા. ૪ :. શહેરમાં રાજાશાહી વખતના રસાલા ડેમ કે જે કષ્ટભંજન મંદિરથી હડમતાળી મંદિર સુધીના વિસ્તારોમાં પથરાયેલો સૌથી વધુ લંબાઈ-પહોળાઈ ધરાવે છે. આજે વર્ષોથી ઉંડો થયો નથી. દિન-પ્રતિદિન છીછરો થયો છે. જેથી પાણી સંગ્રહ શકિત ઘટી ગઈ છે. આજે પીવાના પાણી ગામ બહારથી લાવવું પડે છે.

આ પ્રશ્ને અખબારી અહેવાલોથી જાગૃત થઈ પાલિકા પ્રમુખ શ્રી નિર્મળસિંહ ચુડાસમાએ સ્થળ મુલાકાત લઈ ઉંડો કરાવવા રજુઆતો કરી છે તો બીજી તરફ પૂર્વ પ્રમુખ પાલિકાના શ્રી દેવજીભાઈ ઝાટકિયાએ તંત્રને રજુઆત કરતા એવું જણાવેલ છે કે, આ ડેમ કારબીન પથ્થર તળમાં છે જેથી ટોટા બ્લાસ્ટ કરવા પડે, ડેમ સાઈટમાં મકાનો ઉભા હોય તેથી કરતા નથી. શ્રી ઝાટકિયાએ આવા ગેરકાયદેસર પેશ કદમી દૂર કરવા કલેકટરશ્રીને જણાવી નદી પટ ઉંડો કરવા જણાવે છે.

ગરીબ લોકોને અન્ય સુવિધા આપી ડેમ ઉંડો કરવા માંગ છે ત્યારે ત્રણ-ત્રણ ટર્મથી ચૂંટાતા કોંગી ધારાસભ્ય રસાલા ડેમ એક પણ વખત ઉંડો કેમ નથી થયો ? તેમ પ્રજાજનો ચર્ચા કરી રહ્યા છે. પ્રજા પૂછે છે શું માણાવદર હજી પાકિસ્તાનમાં છે ? પાલિકા પ્રમુખ શ્રી ચુડાસમાએ જણાવેલ કે જરૂર પડયે ગામ બંધ  રખાવશું જો ડેમ ઉંડો નહિ કરે તો...!

(11:47 am IST)