Gujarati News

Gujarati News

News of Friday, 4th May 2018

મોટી પાનેલી માં હોજમા ડુબી જતા બે મુસ્લિમ યુવાનોના મોત

મોટી પાનેલી બપોરે ડોઢ વાગ્યાના કાળ ચોઘડિયે  શાંતીલાલ ધરમસીભાઇ ઝાલાવડીયાની વાડી માં આવેલ હોજમાં નહાવા ગયેલ ચાર યુવાનો ત્રણ મુસ્લીમ અને એક વાણંદ  યુવાન માંથી બે મુસ્લિમ યુવાનો આશીફ સમાં ઉમર અને જુનેદ શોરા બન્ને ઉમર વર્ષ ૧૯ ના નુ  ડુબી જતા કરૂણ મૃત્યુ થયુ હતુ.  ચારે યુવાનોને હજુ તરતા પણ આવડતુ ન હતુ પરંતુ પુષ્કળ ગરમી અને વાળી માં આવેલ હોજની ઉંડાઇ પણ બહુ ન હોવાના ખ્યાલ માં યુવાનો નહાવા પડેલ, હોજની સીળી લપસી જતા બે યુવાનો હતભ્રત બની જતા કરુણ બનાવ બનેલ હોવાની ચર્ચા થાય છે બાકીના બે યુવાનોએ ડુબતા યુવાનોને બચાવવાની કોશીશ કરી ગામમા ફોન દ્વારા જાણ કરેલ પણ તે દરમીયાન બહુ મોળુ થઇ ગયેલ  ગામલોકો તેમજ મુસ્લિમ  આગેવાનો દોડી ગયેલ  ભાયાવદર  પીઅસઆઇ ધાંધલ સહીત નો સ્ટાફ દ્યટના સ્થળે પહોંચી પોષ્ટમોર્ટમ કરી  તપાસ ચલાવી રહ્યા છે.  મોટી પાનેલી જેવા નાના ગામમાં આવો કરુણ બનાવ બનતા મુસ્લીમ સમાજમાં કરુણતા વ્યાપી ગયેલ સાથેજ બન્ને યુવાનો પોતાના માં-બાપના એકજ પુત્ર હોય તેમના માતાપિતા ઉપર દુખોનો ડુંગર ટુટી પડેલ હોય એકદમ હતભ્રત બની ગયેલ છે.

(11:40 am IST)