Gujarati News

Gujarati News

News of Friday, 4th May 2018

વાંકાનેર પતાળીયા પુલની કામગીરી બાબતે કોન્ટ્રાકટરને નોટીસ

વાંકાનેર તા.૪: વાંકાનેરમાં પતાળીયા નદી પરના બેઠાપુલને નવો બનાવવા અર્થે જેને કોન્ટ્રાકટ અપાયેલ તે કોન્ટ્રાકટર દ્વારા આ પુલને તાત્કાલિક તોડી તો પડાયો પરંતુ બાદમાં પુલ નવો બનાવવાની પાયાની કોઇજ કામગીરીનો પ્રારંભ હજુ સુધી થયો નથી.

વાંકાનેરથી રાજકોટ જવા તથા વાંકાનેરમાં પ્રવેશવા તેમજ ગ્રામ્ય વિસ્તારના લોકોના વાહન વ્યવહાર આ પુલ પરથી જ પસાર થતો હતો. જે હવે પુલ તોડી પડાયા બાદ લોકો-વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીઓ થઇ રહી છે. જીલ્લા કલેકટર દ્વારા આ પુલના કામમાં થઇ રહેલા વિલંબ બાબતે સંબંધિતો સાથે ચર્ચાઓ થયેલ ઉપરાંત પુલની કામગીરીના વિલંબ મુદ્દે કોન્ટ્રાકટરને ત્વરિત કામગીરી શરૂ કરવા અંગે કલેકટરશ્રી દ્વારા છ દિવસની સમય મર્યાદાની નોટીસ પાઠવાઇ હતી. જેને આજે ત્રણ દિવસ પુરા થઇ ત્રણ દિવસ જ બાકી રહ્યા છે.

જો ચોમાસા પહેલા પુલની કામગીરીના આટોપાયતો ચોમાસા બાદ ઘણો સમય વિત્યા પછી જ પુલની કામગીરી શકય બને.

(11:37 am IST)