Gujarati News

Gujarati News

News of Friday, 4th May 2018

ટ્રકે ટલ્લો મારતા નીચે કામ કરી રહેલા ડમ્પર ચાલક ઉપર વ્હિલ ફરી વળ્યું!!

મહુવા પાસે વિચિત્ર અકસ્માતઃ રણવિરસિંહનો ભોગ લેવાયો

મહુવા તા.૪: મહુવા તળાજા રોડ ઉપર જઇ રહેલા ભાહોડ નજીક ડમ્પર નં.જીજે ૧૫ એટી ૨૪૩૨નું એન્જીન ગરમ થતું હોય ડ્રાઇવર રણવિરસિંહ દેવિસિંહ રાજપુત ઉ.વ.૩૦ અને કલીનર લાલારામ એ ભાહોડ નજીક ડમ્પર ઉભું રાખી ડ્રાઇવર રણવિરસિંહ ડમ્પરની નીચે એન્જીન ગરમ થઇ જવાનું કારણ શોધી રહયો હતો ત્યારે પાછળ થી પુર ઝડપે આવી રહેલા ટ્રકનં-જીજે૧૧ ઝેડ ૮૮૭૦ના ચાલકે ડમ્પરને ટલ્લો મારતાં ડમ્પર ચાલવા લાવતા ડમ્પરની નીચે કામ કરી રહેલા રણવિરસિંહ ઉપર ડમ્પરનું વ્હિલ ફરી વળતા તેનું ઘટના સ્થળેજ મોત નિપજયું હતું આ અંગે ટ્રક ચાલક વિરૂધ્ધ મહુવા પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.(૧.૮)

(11:15 am IST)