Gujarati News

Gujarati News

News of Friday, 4th May 2018

પતિને જેલમાંથી છોડાવવાની લાલચ આપી ૩૦ વર્ષીય પરિણિતા સાથે અંજારનાં શખ્સે બળાત્કાર ગુજાર્યો

બે સંતાનોની માતા સાથે સામખીયાળીના ગેસ્ટ હાઉસમાં છરીની અણીએ કૂકર્મઃ પ્રથમ પત્નિના ભાઇ સામે રાવઃ ચકચાર

ભુજ તા. ૪ :.. પોતાના પતિની પ્રથમ પત્નીએ કરેલ ભરણ પોષણનાં દાવા સંદર્ભે જેલમાં બંધ પતિને છોડાવવા માંગતી બીજી પત્નીની સાથે પ્રથમ પત્નીના ભાઇએ છરીની અણીએ ગેસ્ટ હાઉસમાં બળાત્કાર ગુજારવાની ઘટના એ પૂર્વ કચ્છમાં ચકચાર સર્જી છે.

અંજારના બુઢારમોરા ગામનાં નૂરઅલી કરમશા સૈયદ નામનાં શખ્સે પોતાની બહેનનાં પૂર્વ પતિને જેલમાંથી છોડાવવાની લાલચ આપીને બહેનની શોકય ૩૦ વર્ષીય પરિણિતાને તેલેગણાથી કચ્છનાં સામખીયાળી ગામે બોલાવી હતી. બે સંતાનો સાથે સામખીયાળી આવેલી પરિણિતાને સામખીયાળીનાં ગેસ્ટ હાઉસમાં લઇ ગયા બાદ નૂરઅલી સૈયદે બન્ને બાળકોને અને પરિણિતાને છરીની અણીએ મારી નાખવાની ધમકી આપીને બળાત્કાર કર્યો હતો.

સવારે પરિણીતા સાસરીયે પહોંચી હતી અને ત્યાં દુષ્કર્મની વાત કરતા સાસરીયાઓએ પોલીસ ફરીયાદનું કહેતા આ અંગે પોલીસ ફરીયાદ કરાઇ હતી. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(11:15 am IST)