Gujarati News

Gujarati News

News of Friday, 4th May 2018

જૂનાગઢમાં પશુપાલક શહેરીજનો જો પોતાની ગાય રાખવા માંગતા હોય તો સરકાર પશુ હોસ્ટેલ માટે મદદ કરશે

જૂનાગઢ તા. ૪ : જૂનાગઢના કિસાન કલ્યાણ મેળામાં કેન્દ્રીય કૃષિ રાજય મંત્રી શ્રી પરસોતભાઇ રૂપાલાએ ગીર ગાયનું દૂધ અને ગૌ મૂત્ર થી માંડીને ગૌ દર્શનથી થતા ફાયદા અંગે અભ્યાસુ વકત્વય આપીને કહયું કે અગાઉ જેમણે પશુ રાખ્યા છે તેઓ કહે છે કે અમારે બીલ્ડીંગોમાં કેમ પશુ રાખવા તે પ્રશ્ન છે, પરંતુ સરકારે તેનો પણ વિકલ્પ શોધ્યો છે. પશુપાલક શહેરીજનો માટે પશુ હોસ્ટેલ બનાવી શકાય છે. જૂનાગઢમાં કોઇ આગળ આવે તો સરકાર તમામ મદદ કરવા તૈયાર છે.

મંત્રીશ્રીએ જૂનાગઢ કલેકટરશ્રીને પણ આ બાબતે આયોજન કરવા અને જો ગોપાલક લોકોની ગાય રાખવા તૈયાર હોય તો માળખગત સુવિધા માટે સરકાર મદદ કરશે. જેથી જેને ગાય રાખવી હોય તે  હોસ્ટેલમાં રાખી શકે, તેમના બાળકો ઘરની ગીય ગાયનું દુધ,માખણ,છાશ પી શકે અને ગૌ મુત્ર અને ગોબરનું વેંચાણ કરી શકે.આ કાર્યમાં ગોપાલકને પણ વળતર મળશે અને પશુના માલિકના પરીવારને ઘરનું દૂધ મળશે. બધા ન કરી શકે તો વાંધો નહીં પરંતુ જેઓ પશુપાલન કરી જાણે છે અને જગ્યાના અભાવે પશુ રાખી ન શકતા હોય તો તેમના માટે આ એક સારી યોજના છે તેમ મંત્રીશ્રીએ જણાવ્યું હતુ.(૨૧.૪)

(9:25 am IST)