Gujarati News

Gujarati News

News of Friday, 4th May 2018

મોરબીમાં પત્નીની છરીના ઘા ઝીંકી હત્યા કરનાર પતિને આજીવન કેદ

ચાર વર્ષ પહેલા પતિ હાસમે રૂપિયા માંગતા પત્ની હલુબેને 20 રૂપિયા અપાતા બંને વચ્ચે ઝઘડો થયેલો :બાદમાં છરીના ઘા ઝીક્યાં

મોરબીમાં ચાર વર્ષ પૂર્વે પત્નીને છરીના ઘા ઝીંકી હત્યા કરવાના આરોપી પતિને મોરબી કોર્ટ આજીવન કેદની સજા અને ૧૦,૦૦૦ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

   ચકચારી બનાવની વિગતો મુજબ મોરબીના રોહીદાસપરા વિસ્તારમાં નિવાસ કરતા હલુબેન હાસમ પિંજારા અને તેના પતિ હાસમ જીવા પિંજારા એ પતિ પત્ની વચ્ચે ઝઘડો થયો હતો. તા. ૨૨-૦૨-૧૪ ના રોજ પતિએ પત્ની પાસે રૂપિયા માંગ્યા હોય અને પત્નીએ ૨૦ રૂપિયા આપતા બંને વચ્ચે ઝઘડો થતા ઝઘડા બાદ પતિ રોષભેર બહાર નીકળી ગયો હતો અને બાદમાં ઘરની નજીક જ આરોપી પતિએ પત્નીને છરીને ઘા ઝીંકી દીધા હતા અને ઈજાગ્રસ્ત પત્ની હલુબેન પિંજારાએ રાજકોટ સારવાર દરમિયાન દમ તોડ્યો હતો જે બનાવ હત્યામાં પલટાઈ જતા પોલીસે આરોપી પતિ હાસમ પિંજારાને દબોચી લીધા બાદ આ અંગેનો કેસ ચાલી જતા મોરબી પ્રિન્સીપાલ ડીસ્ટ્રીકટ સેશન્સ જજ રીઝવાનાબેન ઘોઘારીની કોર્ટે સરકારી વકીલ સંજયભાઈ દવેએ રજુ કરેલા ૨૫ સાક્ષીઓ અને ૩૧ દસ્તાવેજી પુરાવાઓ તેમજ ધારદાર દલીલોને ધ્યાને લઈને આરોપી પતિને કસુરવાન ઠેરવ્યો હતો

(10:37 pm IST)