Gujarati News

Gujarati News

News of Thursday, 4th April 2019

કૃષ્ણ ભગવાનના વૈંકુઠ ગમનના દિવસે પ્રભાસ ક્ષેત્રમાં ગોલોકધામ દિનની અનેરી ઉજવણી

કલા સાધકો કલાના કામણ પાથરશેઃ વિવિધ ધાર્મિક કાર્યક્રમોઃ લાભ લેવા અપીલ

પ્રભાસ પાટણ તા. ૪ :.. કાલે સાંજે ૭.૩૦ કલાકે પ્રભાસોત્સવ કાર્યક્રમ ગુજરાત રાજય સંગીત નાટક અકાદમી ગાંધીનગર સંસ્કાર ભારતી, ગુજરાત પ્રાંત અને શ્રી સોમનાથ ટ્રસ્ટના સંયુકત ઉપક્રમે ચોપાટી ગાર્ડન સોમનાથ ખાતે ઉજવાશે. કલા સાધકો સંગીત - નૃત્ય - ગાયન ના ત્રિવેણી સંગમ સાથે સુરઆરાધના કરશે, જેમાં લલીતાબેન ઘોડાદ્રા (પાશ્વ ગાયિકા), નીરજભાઇ પરિખ, અમીબેન પરિખ, વિપુલ ત્રિવેદી, અભય દુબે, ધ્વનીબેન વછરાજાની (શાસ્ત્રીય ગાયન), કાશ્મીરાબેન ત્રિવેદી, સ્મૃતિબેન વાઘેલા (ભરત નાટયમ), પલ્લવીબેન વ્યાસ, પ્રતિભા લશ્કરી આચાર્ય (કથક), સૈવિક ભટ્ટાચાર્ય તથા સાથીવૃંદ દ્વારા શિવ સ્તુતી નૃત્ય, દિગ્વીજયસિંહ ચૌહાણ - વૈભવ પાઠક (બાંસુરી વાદના, બાંટવાના રાજપૂત રાસ મંડળની પ્રસ્તુતી, પ્રિતીબેન વરસાણી, રાજન ચૌહાણ, માયાબેન ચૌહાણ, લોકસંગીત, ઓમ શિવ સંસ્થા ભાવનગર દ્વારા લોકનૃત્ય, મિલન બુચ, ડો. નિશાબેન ગોહીલ, સૈનિક ભટ્ટ, ચીરાગ સોલંકી, ગાયત્રી સોની, રાજન સોની, સુગમ તથા ભકિત સંગીત, કિન્નર જાની (તબલા વાદન) સહિત કલાકારો પોતાની પ્રસ્તુતી રજુ કરશે.

તા. ૬-૪-ર૦૧૯ શનીવારે પ્રતિપદાના સુર્યોદય સમયે સૂર્યના પ્રથમ કિરણો શ્રી સોમનાથ તીર્થધામમાં પડતાની સાથે જ કાર્યક્રમ સ્થળે સુર્યદેવના સુરોથી વધામણા કરવામાં આવશે.

ગોલોકધામ દિન

ગોલોકધામ ખાતે તા. ૬ ના વિશેષ પૂજામાં વિગ્રહ પૂજન, વિષ્ણુયાગ, પાદુકા પૂજન સહિત ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. પ્રાંતઃ કાલે ભગવાન શ્રી કૃષ્ણને પ્રીય ગોલોકધામ તીર્થમાં ધ્વજા રોહણથી ઉત્સવની શરૂઆત કરવામાં આવશે. શ્રી વિષ્ણુયાગ યજ્ઞ શ્રી વેજાણંદભાઇ વાળા પરિવારના યજમાન પદે યોજાશે. બપોરે દાઉજીએ જયાંથી પાતાળ લોક પ્રવેશ કરેલ તે ગુફા ખાતે પૂજન, સ્વામી જ્ઞાનાનંદ સરસ્વતીજી એ પ્રભાસમાં ચાતુર્માસ દરમ્યાન  કરેલ શાસ્ત્રોકત અભ્યાસ સાથે કરેલ કાલગણના મુજબ ૧૮ ફેબ્રુઆરી ઇ. સ. ૩૧૦ર વર્ષ પહેલા, ચૈત્ર શુકલ પ્રતિપદા, શુક્રવારે હિરણનાં આ પાવન સ્થળેથી પોતાના સ્થુળ શરીરને આ ભૂમિમાં સમાવિષ્ટ કરી વિદ્યુત સ્વરૂપે નિજધામ પ્રસ્થાન મધ્યાન્હે ર કલાક ર૭ મીનીટ અને ૩૦ સેકન્ડ સમયે કરેલ. આ સમયે પાદુકા અભિષેક, પૂજન શંખનાદ - બાંસુરી વાદન પુષ્પાંજલી યોજાશે. સોમનાથ યુનિ.ના છાત્ર-છાત્રાઓ દ્વરા ગીતા મંદિરે સમુહ ગીતાપાઠ,  ગુજરાત રાજય સંગીત નાટક અકાદમી, ગાંધીનગર - સંસ્કર ભારતી, ગુજરાત પ્રાંત અને શ્રી સોમનાથ ટ્રસ્ટના સંયુકત ઉપક્રમે રાસ-ગરબા, શ્રી કૃષ્ણ સંકિર્તન યોજાશે. તેમજ સાંજે શ્રી કૃષ્ણ ચરણપાદુકાજીની સહસ્ત્ર દિપો દ્વારા સમુહ આરતી યોજાશે. જેમનો લ્હાવો લઇ શ્રી હરિહરની કૃપા પ્રાપ્ત કરવા સર્વે ધર્મપ્રેમીઓ જનતાને નિમંત્રણ છે.

તા. ૬-૪-ર૦૧૯ ના ગોલોકધામ ઉત્સવ કાર્યક્રમની રૂપરેખા

કાર્યક્રમ

સમય

કાર્યક્રમ

સમય

મંદિર ખુલશે

પ્રાત ૬ કલાકે

બળદેવજી પૂજન-પાદુકા પૂજન

મધ્યાન્હ ૧.૪પ કલાકે

મંગળા આારતી

૬-૩૦

શંખનાદ-જયઘોષ-બાંસુરીવાદન

ર.ર૭

દૈનિક પૂજન

૭-૦૦

ગીતાપાઠ

૩-૦૦

શૃંગાર આરતી

૮-૦૦

વિષ્ણુયાગ પૂર્ણાહૂતિ

સાયં પ-૩૦

નુતન ધ્વજા રોહણ

૮-૩૦

સાંસ્કૃતિક કાર્યક્રમ

પ.૩૦ થી ૭.૦૦

હોમાત્મક વિષ્ણુયાગ પ્રારંભ

૯-૦૦

શ્રી કૃષ્ણ ચરણપાદુકા મહાઆરતી

૭-૦૦ કલાકે

 

(12:16 pm IST)