Gujarati News

Gujarati News

News of Wednesday, 4th April 2018

હજયાત્રા માટેના ટ્રસ્ટમાં જમા કરવા પિતાને આપેલ 15 લાખ લઈને 15 વર્ષનો પુત્ર મુંબઈ પહોંચી ગયો

કચ્છના અંજારનો કિસ્સો ;વલસાડ પોલીસે પકડી પાડીને પુત્રનો કબ્જો પિતાને સોંપ્યો

કચ્છના અંજારમાં રહેતા મુસ્લિમ પરિવારનો ૧૫ વર્ષીય ફરજંદ,પોલીસ દ્વારા ડીટેઇન કરેલ સ્કૂટર પરત લાવવા પિતાએ આપેલ કડક ચેતવણીથી ડરીને, હજયાત્રા પઢવા જવા માટે સમાજવાળાએ ટ્રસ્ટમાં જમા કરાવવા પિતાને આપેલ ૧૫ લાખ જેટલી માતબર રકમ બેગમાં ભરીને ટ્રેનમાં બેસીને મુંબઇના બોરીવલી પહોંચી ગયો હતો. બીજા દિવસે પરિવારની યાદ આવતા, કચ્છ એક્સપ્રેસમાં બેસી ઘરે જતી વેળા વલસાડ રેલ્વે પોલીસે પકડી પાડીને તપાસ કરતા, તેની પાસેથી ૧૪ લાખ ૮૪ હજાર રોકડા રૃપિયા મળી આવ્યા હતાં. જે અંગેની જાણ થતાં પિતા વલસાડ દોડી આવ્યા હતાં. પોલીસે પુત્રનો કબ્જો પિતાને સોંપી દીધો હતો.

  ચોંકાવનારી ઘટનાની વિગત એવી છે કે, કચ્છના અંજારમાં રહેતા નાઝીમ શેખ (નામ બદલ્યુ છે)નો ૧૫ વર્ષીય પુત્ર અહમદ (નામ બદલ્યુ છે) અંગ્રેજી માધ્યમની શાળામાં ધો.૯માં ભણે છે. અહમદ ગત તા. ૩૧--૧૮એ મિત્રો સાથે પોતાની સ્કૂટી પર બેસી બજારમાં ફરવા ગયેલ. તેની પાસે લાયસન્સ તથા ગાડીના કાગળીયા હોય, ટ્રાફીક પોલીસે સ્કૂટી ડીટેઇન કરી હતી. દિવસ સુધી સ્કૂટી ઘરે આવતા, પિતા નાઝીમએ પુત્રને, સ્કૂટી શોધી લાવવા તાકીદ કરી હતી. પિતાની ધમકીથી ગભરાઇ ગયેલ અહમદએ, સમાજના લોકોએ મક્કા-મદીના હજ પઢવા જવા માટે ટ્રસ્ટમાં જમા કરાવવા આપેલ રૃા. ૧૫ લાખ, પિતાએ ઘરની તિજોરીમાં મૂક્યા હતા, તે એક બેગમાં ભરીને, ગાંધીધામ સ્ટેશન પર પહોંચ્યો હતો. જ્યાં ઉભેલી કચ્છ એક્સપ્રેસમાં બેસીને મુંબઇના બોરીવલી પહોંચી ગયો હતો.

   સમાજજનોએ હજ પઢવા જવા માટેના ૧૫ લાખ રૃા. જેવી માતબર રકમ લઇને તરૃણ વયનો પુત્ર ભાગી છુટયો હોવાની જાણ થતા, પિતા નાઝીમ શેખ આઘાતમાં સરી પડયા તો માતા બેભાન થઇ ગઇ. પિતાએ અંજાર પો.સ્ટે.માં પુત્રના ગુમ થવા અંગેની ફરિયાદ નોંધાવતા, તમામ પોલીસ મથકોમાં જાણ કરી દેવાઇ હતી. દરમ્યાન, અહમદને ઘર-પરિવારની યાદ આવતા, તા.-૦૪-૧૮એ મુંબઇથી કચ્છ એક્સપ્રેસમાં બેસીને પરત ઘરે જતી વેળા, વલસાડ જી.આર.પી.ના પો... ગજુભાઇ પટેલને મળેલ માહિતીને આધારે રેલ્વે પોલીસે અહમદને વલસાડ રેલ્વે સ્ટેશન પકડીને પોલીસ મથકમાં લઇ જઇ તપાસ કરતા, તેની પાસેની બેગમાંથી રૃા. ૧૪,૮૪,૦૦૦ રોકડા મળી આવ્યા હતાં.

અહમદએ બોરીવલીમાં બે દિવસના રોકાણ દરમ્યાન રૃ. ૧૬,૦૦૦, ખાવા-પીવા પાછળ વાપરી નાંખ્યા હોવાનું પોલીસને જણાવ્યું હતું. ઘટનાની જાણ થતા પિતા નાઝીમભાઇ વલસાડ રેલ્વે પો.સ્ટે.માં દોડી આવ્યા હતાં. તેમણે પી.એસ.આઇ. પટેલને જણાવ્યું કે, પુત્ર પાસેથી મળેલા રૃપિયા સમાજજનો દ્વારા હજ પઢવા માટેના હતા. અહમદ પૈસા લઇને ભાગ્યો હોવાની જાણ થતાં, સમાજજનો પૈસાની માંગણી કરવા માંડયા. તેમણે જણાવ્યું કે, છોકરો તો જાત, પૈસા મળતે તો તેણે સુસાઇડ કરવું પડત. વલસાડ રેલ્વે પોલીસે અહમદનો કબ્જો પિતાને સોંપી દીધો હતો

(12:36 am IST)