Gujarati News

Gujarati News

News of Wednesday, 4th April 2018

રાજુલામાં નવી બારપટોળી નજીક નર્મદાના પાણીની બેફામ ચોરી

-કોન્ટ્રાકરો દ્વારા ખુલ્લેઆમ પાણી ચોરી છતાં તંત્ર વામણું :કોઈ રોક્વાવાળું નથી

રાજુલાના નવી બારપટોળી નજીક નર્મદાના પાણીની બેફામ ચોરી થઇ રહ્યાંનું બહાર આવ્યું છે પાણીની  ખુલ્લેઆમ કોન્ટ્ટાક્ટરો દ્રારા બેફામ ચોરી થઇ રહી છે એક બાજુ વન્ય પ્રાણીઓ સિંહ,દીપડો અને નિલગાયો  પાણી વગર તરસ્યા કરફડતા હોય છે ત્યારે અહીં બેફામ પાણીની ચોરી થઈ રહી છે. ઓકળાવોમાં પાણી જાનવરો પીવે છે. ત્યારે અહી ઓકળાથી પાણી ચોરી થઈ રહી છે. રાજુલા વિસ્તારમાં ફરીવાર પાણી ચોરી સામે આવતા તંત્ર ફરીવાર પાણી ચોરો સામે વામણું સાબિત થયું છે.

(9:51 pm IST)