Gujarati News

Gujarati News

News of Wednesday, 4th April 2018

રાજ્યની પાંચ યુનિવર્સિટીના ખેતી અને ડેરી સાયન્સના સંશોધનોને માન્યતા આપવાના સેમિનારનો પ્રારંભ

જુનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે ૬૦થી વધુ કૃષિ તજજ્ઞો નવી ભલામણોનું પ્રેઝેન્ટેશન રજૂ કરાશેઃ ઓર્ગેનિક ખેતી પરના સંશોધનોને ખેડૂત સુધી લઇ જવા નિર્ધાર સાથે પાંચેય યુનિવર્સિટીઓના ઉપકુલપતિ અને કૃષિ વૈજ્ઞાનિકો ત્રણ દિવસ સુધી કૃષિજ્ઞાનનું કરશે આદાન-પ્રદાન

 જૂનાગઢ તા. ૪ : રાજયની ચાર કૃષિ યુનિવર્સિટી, જુનાગઢ, દાંતીવાડા, નવસારી અને આણંદ દ્વારા છેલ્લા એક વર્ષમાં ખેડૂતો માટે બહાર પાડવામાં આવેલી સંશોધન ભલામણો અને સૂચિત ખેતી પાકોની નવી જાત વેરાયટી પર આખરી પરિણામો જાહેર કરી આ પ્રકારોને માન્યતા આપવા માટેના કોમ્બીનાઇડ જોઇન્ટ એગ્રેસ્કો સેમિનારનો આજે જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના ઓડીટોરીયમ ખાતે પ્રારંભ થયો હતો.ગુજરાતની ચાર કૃષિ યુનિ. જેમાં જૂનાગઢ,આણંદ, નવસારી અને દાંતીવાડા ચારેય કૃષિ યુનિ. તેમજ કામધેનું યુનિ. અમરેલીના ઉપકુલપતિશ્રીઓ અને કૃષિ વૈજ્ઞાનિકોની ઉપસ્થિતીમાં ત્રિદિવસીય એગ્રીસ્કો બેઠકનો પ્રારંભ થયો હતો. જૂનાગઢ કૃષિ યુનિ.નાં વાઈસ ચાન્સેલર ડો. એ.આર.પાઠકની અધ્યક્ષતામાં યોજાયેલ બેઠકને દિપ પ્રાગટ્યથી પ્રારંભ આણંદ કૃષિ યુનિ.નાં ઉપકુલપતિ ડો. એન.સી. પટેલે કરાવ્યો હતો. સેમિનારમાં કૃષિ યુનિવર્સિટીઓના વૈજ્ઞાનિકો ખેતીપાકોની નવી જાતો(પ્રકારો)ના આખરી પરિણામોનું પ્રેઝેન્ટેશન રજૂ કરી ખેડૂતો માટે લોકાર્પિત કરાશે. જુનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે ૧૪માં કોમ્બાઇન્ડ જોઇન્ટ એગ્રેસ્કો સેમિનારમાં વિવિધ જાતો(પ્રકારો) – પ્રોડકટ અને નવા સંશોધનોને માન્યતા આપવામાં આવશે.

ત્રિદિવસીય સેમિનારમાં તા.૫ના રોજ બપોરના ૩ કલાકે કૃષિ મંત્રીશ્રી આર.સી.ફળદુ અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહેશે. વિવિધ યુનિવર્સિટીના ૬૦ થી વધુ તજજ્ઞો સંશોધિત જાતો(પ્રકારો) અંગેના પરિણામો-ફળશ્રુતિ અને ખેડૂતને થનારા ફાયદાની છણાવટ કરશે.

આ તકે જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડો.એ.આર.પાઠકે જણાવ્યું હતું કે, કૃષિ વૈજ્ઞાનિકોએ કલાઇમેટ ચેંજના પડકારો અને હવામાનની પતિકુળતા વચ્ચે ખેતીપાકો પર અસરો નિવારી તે અંગેના સંશોધનો પર ભાર મુકયો હતો.

આ પ્રસંગે ઉપસ્થિત ગુજરાત રાજયનાં કૃષિ નિયામક ડો. વી.એમ. મોદીએ જણાવ્યુ હતુ કે રાજયમાં કૃષિ ઉત્પાદનને વધારવા ઓર્ગેનિક ફાર્મિંગ અને સજીવ ખેતીની દિશામાં ખેડુતોને જાગૃત કરી વૈશ્વિક ફલકે કૃષિ ઉત્પાદનો જેવા કે મગફળી અને કપાસમાં નિકાસ વેળાએ થતી રાસાયણિક ખાતરોની અને જંતુનાશક દવાઓની અસરવાળા ખેત જણસોમાં આફલાટોકસીનથી થતી વિટંબણા નિવારી શકાય અને લોકોને સારુ આરોગ્ય પ્રદ અનાજ ઉપલબ્ધ કરાવી શકાય તે દિશામાં મુલ્યવર્ધન સાથે કૃષિ ઉત્પાદન અને કૃષિ માર્કેટીંગ બાબતે શ્રેષ્ઠ કાર્યક્રમો ઘડવાનો સમય છે. ખેતીમાં પાણીનો કાર્યક્ષમ ઉપયોગ, દરીયાકાંઠાનાં ચેરના વૃક્ષો અને વિલાયતી બાવળનાં જીન્સને કૃષિ પાકને સાથે સાંકળી દરીયાઇ ક્ષાર અને પાણીની અછતને પહોંચી વળવાની દિશામાં સંશોધનો થાય તે દીશામાં કામ થાય તેવી વાત કરી હતી. 

આ પ્રસંગે કામધેનું યુનિ.નાં ઉપકુલપતિ ડો. પી.એચ. વાટલીયા, સરદાર પટેલ કૃષિ યુનિ.નાં ડો. અશોક પટેલ, નવસારી કૃષિ યુનિ.નાં ડો. સી.જે.ડાંગરીયા, આણંદ કૃષિ યુનિ.નાં ડો. એન.સી.પટેલે કૃષિ યુનિ દ્વારા થયેલ કાર્યક્રમોની વિગતો આપી હતી. અને જણાવ્યુ હતુ કે ગુજરાત સરકારનો કૃષિ વિભાગઙ્ગખેતીના યાંત્રિકી કરણ માટે ખેડુતોને વિવિધ પ્રકારની સહાય આપે છે.ઙ્ગઆ ઉપરાંત કૃષિ અને સંલગ્ન બાબતો બાગાયત, ભૂમિ સંરક્ષણ, ડેરી વિકાસ, પશુપાલન, અને સહકારની પ્રવૃત્તિઓમાં નીતિ / યોજનાઓનું ઘડતર અને ખાતા દ્વારા અમલીકરણ, નિરીક્ષણ અને દેખરેખની કામગીરી કરે છે.ઙ્ગખેતીવાડી ખાતાના મુખ્ય ઉદેશ્ય ખેડૂતોને ખેતીની વૈજ્ઞાનિક પઘ્ધતિઓની ટ્રેનિંગ આપી, જુદી જુદી યોજનાઓના અમલીકરણ દ્વારા ખેત ઉત્પાદકતા વધારી ખેત પેદાશોમાં વધારો કરી રાજયની જરૂરિયાતો હાંસલ કરવાનો અને ખેડૂતોની આવક વધારવાનો છે, ખેડુતોને ખેતીના યાંત્રિકીકરણ માટે અપાતી વિવિધ સહાયોમાં કરબ, ઓટોમેટીક ઓરણી, હળ, ટ્રેકટર, પાવર ટીલર, રોટાવેટર, તાડપત્રી, કલ્ટીવેટર દાંતી, ડીકેટીકેટર ફોલવાનું મશીન સહિત અનેક પ્રકારની સહાયો આપવામાં આવી રહી છે. બાગાયત વિભાગ દ્વારા પણ અનેકવિધ યોજનાઓ અમલી છે. જેનો ખેડુતોએ લાભ લઇ ખેતઉત્પાદન વધારવા અને વર્ષ ૨૦૨૨માં ખેતીની આવક બમણી કરવાનાં ગોલને દેશમાં મોખરાનાં સ્થાને હાંસલ કરવા અનુરોધ કરી આગામી સમયની જરૂરીયાતને ધ્યાનમાં રાખીને થયેલા સંશોધનોને આવકારી ખેડુતોને આ નવા પરિણામ સ્વરૂપ પ્રયોગોના અંતે બહાર પડેલી ભલામણો ઉપયોગી બનશે તેમ જણાવ્યું હતું.

પ્રારંભે સંશોધન નિયામક ડો. વી.પી.ચોવટીયાએ આમંત્રીત મહેમાનોને આવકારી એગ્રીસ્કોની વિગતો અને જુનાગઢ કૃષિ યુનિની બાબતો આપી હતી.

કાર્યક્રમને સફળ બનાવવા ડો. આઇ.યુ ધ્રુજ, ડો. કે.બી.કથિરીયા, ડો. આર.એમ. ચૈાહાણ, ડો. આર.આર. આચાર્ય, ડો. ડી.બી.પાટીલ, ડો. કે.એલ.ડોબરીયા, ડો. એલ.એફ.અકબરી, ડો.આર.કે.માથુકીયા, ડો. ડી.કે.વરૂ સહિત કૃષિ વૈજ્ઞાનીકોએ જહેમત ઉઠાવી હતી. આ પ્રસંગે કૃષિ યુનિ. બોર્ડ ઓફ ડિરેકટરશ્રી ગોધાણી, અને શ્રી મોડવાડીયા, વિદ્યાર્થિ કલ્યાણ પ્રવૃતિના નિયામક ડો. પ્રવિણભાઇ, ડો. મોહનભાઇ વાડોદરીયા, આત્મા પ્રોજેકટના કાસોન્દ્રા, સંયુકત ખેતિ નિયામક શ્રી રાઠોડ સહિત કૃષિ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(3:58 pm IST)