Gujarati News

Gujarati News

News of Wednesday, 4th April 2018

નોબલગૃપ ઓફ ઇન્સીટયુટના વિદ્યાર્થીઓ એ.એસ.એમ.ઇ. ઇફેસ્ટ ૨૦૧૮ સ્પર્ધામાં ગુજરાતમાં પ્રથમ

જુનાગઢ નોબલગૃપ ઓફ ઇન્સ્ટીયુટ કેે જેમાં છેલ્લા બે વર્ષથી શક્રીય નોબલ ઇનોવેશન સેન્ટર કે જેમાં વિદ્યાર્થીઓ પોતાના  સર્જનાત્મક વિચારો ને અમલ માં મુકી નવા સંશોધનો કરે છે. જેમાં એન્જીન્યરીંગ ની તમામ શાખાઓ મીકેનીકલ, ઇલેકટ્રોનીકસ એન્ડ કોમ્યુનીકેશન ના વિદ્યાર્થીઓ જુદા જુદા સંશોધનો કરે છે. આ નોબલ ઇનોવેશન સેન્ટર ના  વિદ્યાર્થીઓએ એે.એસ.એમ.ઇ. ઇફેેસ્ટ ૨૦૧૮ એશીયા પેસીફીક  સ્પર્ધામાં ભાગ લીધો હતો કે જે દિલ્હી ખાતે અમેરીકન સોસાયટી ઓફ મીકેનીકલ એન્જીન્યરીંગ (એ.એસ.એમ.ઇ.) દ્વારા યોજાયેલી હતી. કુલ ૨૧ વિદ્યાર્થીઓ એ ર સ્પર્ધા જેમાં સ્ટુડન્ટ ડિઝાઇન ચેલેન્જ અને હ્યુમન પાવર ચલેન્જ ભાગ લીધેલો હતો. ઋડઝાઇન ચેોલેન્જ માં પોતાના રોબોટ નું સારામાં સારૂ પ્રદર્શન કરી રેન્ક ૪ અને ગુજરાતમાં પ્રથમ સ્થાન મેેળવેલ છેે. અને બીજીસ્પર્ધા હ્યુમન પાવર વેહીકલ ચેલેન્જ માં સ્માર્ટ બાયસીકલ બનાવી અને તેને સ્પર્ધકોની બાયસીકલ સાથે ટ્રેક પર દલડાવી કુલ ૨૩ લેપ પૂર્ણ કરી ૪ મા નંબર સાથે ટોપ ૧૦ માં સ્થાન મેળવેલ. નોબલ ઇનોવેશન સેન્ટર ની ફેકલટી નિકુંજ વાઝા અને તેનાસ્ટુડન્ટ ની છેલ્લા ઘણા મહીનાઓ જી સતત રાત-દિવસ જી મહેનત બાદ આ સ્પર્ધા માં સારુ એવુ સ્થાન પ્રાપ્ત કરી  અને નોબલગૃપ ઓફ ઇન્સીટયુટ અને જુનાગઢ નું ગોૈરવ વધાર્યુ. આ સફળતા બદલ સંસ્થાના મેનેજમેન્ટ આચાર્ય, હેડ તથા શિક્ષકોએ અભિનંદન પાઠવ્યા.( અહેવાલ વિનુ જોષી) (તસ્વીર મુકેશ વાઘેલા જુનાગઢ)

(3:57 pm IST)