Gujarati News

Gujarati News

News of Wednesday, 4th April 2018

ભચાઉ પાસે કાર પલ્ટી જતા રાજકોટના આશાસ્પદ ઇજનેર યુવક વત્સલ કુંડલીયાનું મોત : પડધરીના તુષાર ગોલને ઇજા

ભુજ, તા. ૪ : ભચાઉના લોધેશ્વર નજીક નર્મદા કેનાલના પમ્પીંગ સ્ટેશન પાસે આજે સવારે મારૂતિ સ્વિફટ કાર પલટી જતા રાજકોટના આશાસ્પદ ઇજનેર યુવકનું મોત નિપજયું છે. દુર્ઘટનામાં કારમાં સવાર તેના મિત્રને સામાન્ય ઇજાઓ થઇ છે.

મૃતક વત્સલ કિરીટભાઇ કુંડલીયા (રહે. રાજકોટ) અને તેનો મિત્ર તુષાર રમેશભાઇ ગોલ (રહે. પડધરી, રાજકોટ) બંને ભુજમાં સુઝલોન કંપનીમાં જુનિયર ઇજનેર તરીકે ઇન્ટરવ્યૂ આપવા જીજે ૧૦-એસી-૪૬૬૬ નંબરની સ્વિફટ કારમાં આવતા હતાં.

દરમિયાન, પુરવેગે જઇ રહેલી કારના સ્ટીયરીંગ પરથી અચાનક વત્સલે કાબૂ ગુમાવતા કાર પલટી ખાઇ હતી. જેમાં ગંભીર ઇજાઓ થતાં તેનું મોત નિપજયું હતું. (૮.ર૩)

(3:43 pm IST)