Gujarati News

Gujarati News

News of Wednesday, 4th April 2018

ધોરાજીના ઝાંઝમેરમાં પિતા વિહોણી ૧૧ વર્ષની બાળા ઉપર દુષ્કર્મ ગુજારનાર ઝડપાયો

ધોરાજી તા. ૪: ઝાંઝમેર ગામે માતા પિતા વિહોણી ૧૧ વર્ષની નાની છોકરી પર એજ ગામમાં રહેતો અને રખડતા શખ્સે દુષ્કર્મ ગુજારેલ હતું. તેના વિરૂધ્ધ સગીરાના માતાએ પોલીસ ફરિયાદ કરતા ધોરાજી પોલીસે આઇપીસી કલમ ૩૭૬/૩૭૭ અને પોસ્કો ૪/૬ મુજબ ગુનો નોંધાવતા ધોરાજી પોલીસે આજે પકડી પાડેલ છે.

આરોપીના પિતા મરણ ગયેલ અને માતા મજુરી કામ કરે છે. ફરીયાદ બાદ પોરબંદર તરફ ભાગી ગયેલ હોય અને પોલીસે પકડી પાડી આજે રાજકોટ ખાતે હોમ ચાઇલ્ડ ગૃહ ખાતે રજુ કરશે અને ત્યાં જરૂરી તપાસ બાદ કોર્ટમાં રજુ કરવામાં આવશે. આ બનાવ અંગે મહિલા પીએસઆઇ સોલંકી તપાસ ચલાવી રહેલ છે.(૭.ર૦)

(1:10 pm IST)