Gujarati News

Gujarati News

News of Wednesday, 4th April 2018

ધોરાજીમાં રંગાસ મહોલ્લા વિસ્તારનાં ડામર કામના નમૂના લેવાયા

ધોરાજી, તા. ૪:  ડામરકામ નબળા થતા હોવાની ફરીયાદ ધારાસભ્ય લલીતભાઇ વસોયાને મળતા તેમણે નગરપાલીકાને યોગ્ય કાર્યવાહી કરવા સુચના આપેલ.

જે અન્વયે ઉપપ્રમુખ માસુમભાઇ ગરાણા, બાંધકામ સમિતિ ચેરમન ઇમ્તીયાઝ પોઠીયાવાળા નગરપાલીકા એન્જીનીયર ગૌરાંગ બાલધા, હાર્દિક મોહનભાઇ, ટી.પી.આઇ.નાં અધિકારી શ્રી મણની ઉપસ્થિતિમાં કોન્ટ્રાકટરને હાજર રાખી ડામર રોડનું ખોદાણ કરી તેના સેમ્પલ લઇ ગુજરાત સરકાર માન્ય કવોલીટી ચકાસતી લેબોરેટરી ''ગેરી''માં મોકલવા તજવીજ હાથ ધરતા કોન્ટ્રાકટરોમાં ફફડાટ મચી ગયો હતો.

ધારાસભ્ય લલીતભાઇ વસોયાએ નગરપાલીકા પ્રમુખ અને ચીફ ઓફીસરને લેખીત પત્ર પાઠવી જણાવેલ કે ધોરાજી નગરપાલીકા દ્વારા ચાલતા વિકાસનાં કામોમાં કયાંકને કયાંક કોન્ટ્રાકટરો દ્વારા ગેરનીતિ કરવાના પ્રયાસો થઇ રહ્યા છે. ટેન્ડરની શરતો મુજબ કામ થતા ન હોવાની લોક ફરીયાદો ઉઠે છે.

ધારાસભ્યની સુચના અન્વયે વિવિધ કામો પર સ્પેશીફીકેશન બોર્ડ બનાવવા તજવીજ હાથ ધરાઇ છે. (૯.પ)

(1:09 pm IST)