Gujarati News

Gujarati News

News of Wednesday, 4th April 2018

મોરબી જિલ્લામાં પોલીસ કર્મીની આંતરિક બદલી

મોરબી તા. ૪ : રાજયમાં બદલીનો દોર શરુ થયો છે જેમાં ગત રાત્રીના આઈ.એ.એસ અધિકારીઓની બદલી કરવામાં આવી હતી તો હજુ પણ ઉચ્ચ કક્ષાના અધિકારીઓની બદલી થાય તેવી શકયતાઓ દર્શાવાય રહી છે.તો મોરબી જીલ્લામાં પણ જીલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડ દ્વારા ૪ પોલીસ કર્મીની બદલી કરવામાં આવી છે.જ ેમાં હળવદ તાલુકા પોલીસ મથકમાં ફરજ બજાવતા પ્રભાતભાઈ અમૃતભાઈ ગોહેલને બી ડીવીઝનમાં મુકવામાં આવ્યા છે,મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરજ બજાવતા વિષ્ણુભાઈ ઘનશ્યામભાઈ સોનગ્રાને પો.હેડ કવાર્ટર ખાતે, પો.હેડ કવાર્ટરમાં ફરજ બજાવતા મયુરરાજસિંહ ગીરૂભા રાણને વાંકાનેર તાલુકા અને મોરબી એ ડીવીઝન પોલીસ મથકમાં ફરજ બજાવતા ભાનુભાઈ પરબતભાઈ ડાંગરની મહિલા પોલીસ મથકમાં બદલી કરવામાં આવી છે.જીલ્લામાં પોલીસ કર્મીની આંતરિક બદલી કરવામાં આવતા મોરબી પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે.(૨૧.૧૮)

(1:06 pm IST)