Gujarati News

Gujarati News

News of Wednesday, 4th April 2018

મોરબીમાં ઘાંચી શેરીમાં થયેલ બઘડાટીમાં બંને જુથના ૧૧ શખ્સોની ધરપકડ

મોરબી તા. ૪ : મોરબીમાં ઘાંચી શેરીમાં થયેલ બઘડાટીમાં પોલીસે બંને જુથના ૧૧ શખ્સોની ધરપકડ કરી હતી.

મળતી વિગત મુજબ મોરબીના નવાડેલા રોડઙ્ગઙ્ગનજીક આવેલ ઘાંચી શેરીમાં જુનૈદ ઇકબાલઙ્ગઙ્ગદલને સાહિલ મહમદ લંઘાણી સાથે આગાઉ પૈસાની લેતી-દેતી મામલે ઝઘડો થયેલ હોય જેનો ખાર રાખી જુનૈદ ઇકબાલ સંધી,જુનૈદના પિતા ઇકબાલ સંધી, સાહિલ ઇકબાલ લંજા,રાહીલ ઇકબાલ લંજા,ભવાની ઉર્ફે દાદા,જાકિર રફીક,જાકિર રફીક સંધી,રફીક હુસેન સંધી,રમજું રજાક સંધીઙ્ગસાહિતનાઓએ એક સંપ કરીને જુનૈદએ ઘરીયા વડે યુનુસભાઈને જમણા હાથના ખંભા અને હાથડી પર મારી ફેકચર જેવી ઈજાઓ કરી હતી તો જુનૈદ સહિતના આવેલમાંથી કોઈએ છરી વડે યુનુસભાઈનેઙ્ગઙ્ગજમણા શેડે તથા વાસના ભાગે ઘા મારીને જમણા હાથની આંગણી અને પગમાં ઈજાઓ કરી હતો.

સામા પક્ષે પણ યુનુસ ઉર્ફે મુખી લાંઘાણી, ઇમરાન યુસુફ, અનીશ મહમદ લંઘાણી, સાહિલ મહમદ લંઘાણી , એજાજ મહમદ લંઘાણીઙ્ગઙ્ગઅને સોહિલ ઉર્ફે સવો ઇકબાલ મોવર ઘારીયા અને છરી વડે હુમલો કર્યો હતો અને બંને પક્ષના શખ્સોને ઈજાઓ પહોચતી હતી. બંને પક્ષોએ સામસામી ફરિયાદ મોરબી એ.ડીવીઝન પોલીસ મથકમાં નોંધાવી છે. પોલીસે બંને પક્ષના ૧૧ શખ્સોની ધરપકડ કરી છે.

જાહેરમાં જુગાર રમતા બે શખ્સો પકડાયા

મોરબી એ-ડીવીઝન પોલીસે ગાંધી ચોકમાં નગરપાલિકાની દીવાલ પાસે જાહેરમાં નોટ - નંબરીનો જુગાર રમતા ઇસ્માઇલ કાદરભાઇ બ્લોચ રહે. બોરીચાવાસ અને ગીરીશ સબીલભાઇ કોટેચા રહે. આરાધના સોસાયટી, શનાળા રોડવાળાને રૂ. ૧૦,૬૪૦ની રોકડ રકમ સાથે ઝડપી પાડીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.(૨૧.૨૧)

(1:06 pm IST)