Gujarati News

Gujarati News

News of Wednesday, 4th April 2018

ધોરાજી પાસે હત્યા-લૂંટ પ્રકરણમાં ગાંધીનગરની ટીમ દ્વારા તપાસ

ધોરાજી, તા., ૪: દાસાભાઇ લાખાભાઇ કરમટા રબારી તથા તેમના ધર્મપત્ની રાભીબેન બન્ને કુતીયાણા મુકામે લગ્ન પ્રસંગે હાજરી આપી અને લગ્નની કંકોત્રીઓ દઇ ધોરાજી તરફ પરત આવતા ધોરાજીના ઉપલેટા રોડ પર આવેલ રોયલ ગર્લસ સ્કુલ પાસે અજાણ્યા શખ્સોએ લુંટના ઇરાદે તિક્ષ્ણ હથીયાર વડે હુમલો કરી રાભીબેનને ઘાતક હથીયારો માંરી સોના દાગીના લુંટી અને તેમના પતિ દાસાભાઇને પણ ઇજાઓ પહોંચાડી હતી.

જેમાં રાભીબેન (ઉ.વ.પ૦)નું ઘટના સ્થળે મોત થયેલ આ અંગે ૩૦ર સહીતની કલમો સહીત ફરીયાદ થયેલ અને આ બનાવ બાદ રાજકોટ રૂરલ એસપી અંતરીપ સુદની આગેવાનીમાં તપાસ ચાલતી હોય અને મરણ જનાર રાભીબેનના પતિ દાસાભાઇ લાખાભાઇ કરમટા (ઉ.વ.૬પ) રબારી પોતાના નિવેદનો બદલતા અને ઉલટ સુલટ જવાબો આપતા પોલીસે દાસાભાઇ લાખાભાઇ કરમટાને ધોરાજી પોલીસે ગાંધીનગર ખાતે આવેલ એફએસએલની કચેરી ખાતે લઇ જવાયા છે. તપાસ પીઆઇ એમ.ડી.ઝાલા ચલાવી રહયા છે. (૪.૩)

(1:06 pm IST)