Gujarati News

Gujarati News

News of Wednesday, 4th April 2018

દ્વારકા, ખંભાળિયા રૂટની એસટી બસને મોવાણના પાટીયે થોભાવો

૨૫ ગામના લોકો ખાનગી વાહનોના મોંઘા ભાડા ભરવા મજબૂર : ડેપો મેનેજરને રજૂઆત

ખંભાળિયા તા.૪ : દ્વારકા થી આવતી તથા ખંભાળિયા થી દ્વારકા જતી તમામ એકસપ્રેસ એસટી બસ મોવાણ પાટીયે થોભાવવા મુદ્દે વિરમદડ ગ્રામ પંચાયત દ્વારા ડેપો મેનેજર ખંભાળિયાને રજૂઆત કરાઇ છે.

જેમા જણાવાયા અનુસાર દ્વારકાથી આવતી તેમજ રાજકોટ થી અમદાવાદ આવતી એકસપ્રેસ તથા ખંભાળીયાથી દ્વારકા સુધી જતી બસ મોવાણના પાટીયે ઉભી રહેતી ન હોવાના લીધે રાજકોટ, અમદાવાદ અને દ્વારકા સુધી જવા માંગતા મુસાફરોને પ્રાઇવેટ બસોના મોંઘા ભાડાથી પીડાવુ પડે છે. મોવાણના પાટીયા આગળ આવતા વિરમદડ, ખજુરીયા, માધુપુર, જુવાનગઢ, પીપળીયા, માળી, મોવાણ, સિધ્ધપુર સહિતના ૨૫ જેટલા ગામોને લાગુ પડતુ મુખ્ય પાટીયુ હોવાથી સત્વરે યોગ્ય કરવામાં આવે તેવું સૌ મુસાફરો ઇચ્છી રહ્યા છે.(૪૫.૪)

(1:04 pm IST)