Gujarati News

Gujarati News

News of Wednesday, 4th April 2018

જામનગરમાં ઘોડી પાસાનો જુગાર રમતા બે ઝડપાયા

જામનગર, તા., ૪: જામનગર જીલ્લામાં દારૂ જુગારની બદી નાબુદ કરવા પોલીસ અધિક્ષક પ્રદીપ સેજુળની સુચના અને અધિક પોલીસ અધિક્ષક ઉમેશ પટેલ ઇન્સ્પેકટર કે.આર.સકસેનાના માર્ગદર્શન મુજબ સીટી એ પો.સ્ટે.ના સર્વેલન્સ સ્ટાફના માણસો સબ ઇન્સ. એસ.કે.મહેતા પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પો.કોન્સ. યોગરાજસિંહ પ્રવિણસિંહ રાણા તથા અશોકભાઇ દાનાભાઇ સોલંકીને બાતમી મળેલ કે હર્ષદ મીલની ચાલી મહાવીર ચોક બ્રહ્મસમાજની વાડી પાસે અમુક ઇસમો જાહેરમાં ઘોડીપાસા વડે જુગાર રમે છે તે આધારે રેઇડ કરતા (૧) વિપુલ ઉર્ફે બાઠીયો અમૃતલાલ ગોરી જાતે ભાનુશાળી (ઉ.વ.ર૮) ધંધો મજુરી રહે. દિ.પ્લોટ ૪પ, સુભાષપરા શેરી નં. ૧ ભાવેશ પાનની બાજુમાં (ર) ફિરદોશખાન ઉર્ફે ફિરોજ ઓસમાણખાન યુસુફ પઠાણ ધંધો પ્રા.નોકરી (ઉ.વ.૩૭) રહે. નવાગામ ઘેડ કબીરનગર મસ્જીદની બાજુમાં જુગાર રમતા રોકડા રૂ. ૧૧,૪પ૦ મુદામાલ સાથે પકડી પાડેલ છે.

આ કામગીરી પોલીસ ઇન્સ. કે.આર.સકસેના તથા પો.સબ ઇન્સ્પેકટર એસ.કે.મહેતા તથા પો.હેડ કોન્સ. એસ.ડી.ચુડાસમા તથા એમ.જે.રાણા તથા પો.કોન્સ. અશોકભાઇ સોલંકી તથા યોગરાજસિંહ રાણા તથા ફિરોજભાઇ ખફી તથા શીવભદ્રસિંહ જાડેજા તથા રવીકુમાર બુજડ તથા સંજયભાઇ પરમાર તથા રામદેવસિંહ જાડેજા દ્વારા કરવામાં આવેલ છે. (૪.૭)

 

(1:03 pm IST)