Gujarati News

Gujarati News

News of Wednesday, 4th April 2018

જેતપુર વૈષ્ણવાચાર્ય કૃષ્ણકુમારજીનું મધ્યપ્રદેશમાં ભવ્ય સ્વાગત : પ્રવચન યોજાયું

જેતપુર, તા. ૪ : વૈશ્ણવોમાં વલ્લભકુળનું અનેરૂ મહત્વ હોય છે. વૈષ્ણવાચાર્યોના ચરણ સ્પર્શથી પણ પોતાને ધન્યતા અનુભવે છે, પરંતુ જયારે ખુદ વલ્લભકુળના આચાર્યો કે બાલકો પોતાની આંગણે બિરાજે ત્યારે ભાવવિભોર બની જાય છે.

આ ધર્મની ધુરા મજબૂત કરવા અને પુષ્ટીમાર્ગનો પ્રચાર કરવા કડી-અમદાવાદવાળા વૈષ્ણવાચાર્ય પ.પૂ. શ્રી કૃષ્ણકુમારજી મહોદય તેમજ શ્રી આશ્ચર્યકુમારજી ત્રણ રાજયોની યાત્રાએ નીકળેલ જેમાં એમ.પી.ના ભોપાલ ખાતે થશે થતાં ત્યાં વૈશ્ણવો દ્વારા ભવ્ય સ્વાગત કરાયું. વૈશ્વવાચાર્યને બગીમાં બેસાડી મહિલાઓ રાસ રમતી ભારે સંખ્યામાં વૈશ્ણવો જોડાઇ ગોકુલ જેવું વાતાવરણ બની ગયું હતું.

હવેલી ખાતે સ્વાગત શોભાયાત્રા પૂર્ણ થઇ ધર્મસભામાં પરિવર્તીત થયેલ જયાં કૃષ્ણકુમારજી મહોદયે પુષ્ટી માર્ગ વિશે વચનામૃત આપતા વૈશ્ણવો ધર્મમય બની ગયેલ. આગામી ર૦૧૯માં વૃજ ૮૪ કોષ લીલી પરિક્રમાનું આયોજન થનાર છે.(૮.૧પ)

(1:01 pm IST)