Gujarati News

Gujarati News

News of Wednesday, 4th April 2018

એસ્સાર ઓઇલ લિ. દ્વારા સ્વચ્છતા અભિયાન અંતર્ગત જામનગર મહાપાલિકાને રૂ. ૨૦ લાખનો સહયોગ

સફાઇ કામદારો માટે સુરક્ષા સાધનો ખરીદવા, તાલીમ અને આરોગ્યની વ્યવસ્થા કરવા માટે કરાશે અનુદાનનો ઉપયોગ

મહાપાલિકાના કમિશનર આર.બી.બારડને એસ્સાર ઓઇલ લિ.ના પબ્લિક અફેર્સ વિભાગના વાઇસ પ્રેસિડેન્ટ દીપક અરોરાએ ચેક અર્પણ કર્યો તે પ્રસંગની તસ્વીર.

જામનગર તા. ૪ :  એસ્સાર ઓઈલ લિ. દ્વારા પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેજા હેઠળ ચાલતા 'ભારત સ્વચ્છતા અભિયાન' માં સહયોગી બનવા જામનગર મહાનગરપાલિકાને રૂ. ર૦ લાખની રકમનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.

એસ્સાર ઓઈલ લિ. દ્વારા ઔદ્યોગિક સામાજિક જવાબદારીના ભાગરૂપે અનેકવિધ સેવાકીય પ્રવૃતિઓ હાથ ધરવામાં આવે છે, જેમાં હવે જામનગર શહેર વધુ સ્વચ્છ અને સંુદર બને એે માટે એસ્સાર ઓઈલ લિ. આગળ આવ્યું છે. મ્યુનિસિપલ કમિશનર આર.બી. બારડને એસ્સાર ઓઈલ લિ.ના પબ્લિક અર્ફેસ વિભાગના વાઈસ પ્રસિડેન્ટ દીપક અરોરાના હસ્તે રૂ. ર૦ લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. ત્યારે કોર્પોરેટ ગ્રુપના એડવાઈઝર એફ.પી. હાલાણી, મહાનગરપાલિકાના ચીફ ફાયર ઓફીસર કે. કે. બિશ્નોય ઉપસ્થિત રહયા હતા.આ સહયોગ રાશીમાંથી શહેરને સ્વચ્છ રાખવા માટે જેઓની મહત્વની ભૂમિકા છે, એવા સફાઈ કામદારો માટે ઉત્કર્ષલક્ષીકાર્યો કરવામાં મહાનગરપાલિકાને મદદ મળશે.

શહેરમાં આશરે બે હજારથી વધુ સફાઈ કામદારો સેવા આપી રહયાં છે, આ કામદારો સફાઈ કામગીરી સરળતા અને સુરક્ષા સાથે કરી શકે એ માટે સુરક્ષા સાધનો જેવા કે હેન્ડ ગ્લોવ્ઝ, ગમ બુટ, રેડિયમ એપોર્ન્સ, માસ્ક વગેરે આ પ્રોજેકટ મારફતે મહાપાલિકા પુરા પાડી શકશે. ઉપરાંત સફાઈ કામદારોને જરૂરી તાલીમ સહાય આપી શકાશે. સાથે સાથે સફાઈ કામદારોના આરોગ્ય બાબતે કાળજી રાખવા સહયોગરાશીનો ઉપયોગ કરી કરશે.(૨૧.૨૨)

 

(1:00 pm IST)