Gujarati News

Gujarati News

News of Wednesday, 4th April 2018

નર્મદાનીરની ઉપલબ્ધતાનુસાર 'સૌની યોજના'થી જામનગર-દ્વારકા જિલ્લાના જળાશયો ભરાશે

વિધાનસભા બજેટ સત્રમાં વિક્રમ માડમે પૂછેલા પ્રશ્નોના મળ્યા જવાબ : જી.જી.હોસ્પિટલમાં આઇ.સી.યુ ઓન વ્હીલનો સ્ટાફ ઉપલબ્ધ : ઙ્ગખંભાળિયાની જનરલ હોસ્પિટલમાં પણ જગ્યા ભરવાની પ્રક્રિયા ગતિમાં

જામનગર તા.૪ : વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન ખંભાળિયાના ધારાસભ્ય વિક્રમભાઇ માડમે સૌની યોજના હેઠળ દ્વારકા, જામનગર જિલ્લાના ડેમો ભરવા અને જામનગર, જામખંભાળિયાની હોસ્પિટલોના સ્ટાફ સબંધમાં પ્રશ્નો પૂછયા હતા.

જેમાં ૩૧ મી ડિસેમ્બરની સ્થિતિએ દ્વારકા અને જામનગર જીલ્લાના ડેમોને સૌની યોજનાથી ભરવાની કામગીરી કેટલા સમયમાં પુર્ણ કરવામાં આવશે અને કામગીરી પુર્ણ થયે કયા ડેમોમાં કેટલું પાણી ભરવાનું આયોજન છે ? જામનગર જી.જી.હોસ્પિટલમાં આઇ.સી.યુ ઓન વ્હીલ ઉપલબ્ધ છે અને તે સ્ટાફ ના હોવાના કારણે બંધ છે. તે હકીકતથી સરકાર વાકેફ છે ? જો 'હા' તો કેટલા સમયથી બંધ છે અને કેટલા સમયમાં આઇ.સી.યુ ઓન વ્હીલ ચાલુ કરવામાં આવશે.

એવી જ રીતે છેલ્લા બે વર્ષમાં જામખંભાળિયા ખાતે જનરલ હોસ્પિટલમાં વર્ગ-૩ની પેરામેડીકલ કર્મચારીઓની જગ્યાઓ ખાલી છે તે હકીકતથી પણ સરકાર વાકેફ છે જો 'હા' તો કેટલી જગ્યા કયારથી ખાલી છે અને જગ્યાઓ કયાં સુધી ભરવામાં આવશે? પૂછતા સૌની યોજના સબંધમાં જળસંપતિ મંત્રી (રાજયકક્ષા) દ્વારા જવાબમાં જણાવાયુ હતુ કે, તાંત્રીક બાબતો અને નાણાકીય ઉપલબ્ધતા અનુસાર કામગીરી પુર્ણ કરવાનું આયોજન છે. કામગીરી પુર્ણ થયે જામનગર જિલ્લાના ડેમી-૩, આજી-૪, ઉન્ડ-ર, ઉન્ડ-૧, બાલંભા - બંધારા, કંકાવટી, ખીરી, ટી.આર, હડીયાણા ટી.આર, રૂપારેલ - બેરાજા, સપડા, વીજરખી, રણજીતસાગર - વાગડીયા, રંગમતી, રસોઇ, રૂપાવટી, પુના, બેડ-બંધારા, ફૂલઝર-ર, ઉન્ડ - ૩ અને ૪, વોડીસાંગ તથા વેણુ-૧ તેમજ દ્વારકાના મહાદેવીયા, સિંહણ, ગઢકી, ,ઘી, સાની, વેરાડી-૧,૨, વર્તુ ૧,૨ અને સોનમતી સહિતના ડેમોમાં નર્મદાના પુરના વધારાના પાણીની ઉપલબ્ધતા અનુસાર અને જળાશયોની જરૂરિયાત મુજબ ભરાશે.

જયારે હોસ્પિટલના સાધનો સબંધના પ્રશ્નના જવાબમાં નાયબ મુખ્ય મંત્રીએ જણાવ્યુ હતુ કે જામનગર જી.જી.હોસ્પિટલમાં આઇ.સી.યુ ઓન વ્હીલનો સ્ટાફ ઉપલબ્ધ છે અને તે ચાલુ સ્થિતિમાં છે.જયારે ખંભાળિયા જનરલ હોસ્પિટલમાં પેરામેડીકલ વર્ગ-૩ના સ્ટાફની જગ્યાઓ ખાલી છે. તેનાથી સરકાર વાકેફ છે. જેમા જુ. ફાર્માસિસ્ટ-૧, તા.૩૦-૩-૧૧, લેબ તથા ઇ.સી.જછ ટેકનીશીયન-૧, તા.૨૨-૦૭-૧૦, સ્ટાફ નર્સ-ર, તા.૨-૧૧-૧૭, હેડ નર્સ -૪ તા.૨૨-૦૭-૧૦, ૩૦-૦૯-૧૩, ૩૧-૦૧-૧૬ અને આસી. નર્સીગ સુપ્રિટેન્ડન્ટ - ૧, ૧૭-૨-૧૫ થી ખાલી છે. આ જગ્યાઓ સત્વરે ભરવામાં આવશે. જૂની ફાર્માસિસ્ટ, લેબ. ટેક,ના માંગણા પત્રક મોકલી આપેલ છે તેમજ ઇસીજી ટેકનીશીયન, સ્ટાફનર્સની સીધી ભરતીથી ભરવાની પ્રક્રિયા ગતિમાં છે. જયારે હેડ નર્સ અને આસી. નર્સીગ સુપ્રિટેન્ડેટની જગ્યાઓ બઢતીથી ભરવાની પ્રક્રિયા ચાલુમાં છે.(૪૫.૫)

(12:59 pm IST)