Gujarati News

Gujarati News

News of Wednesday, 4th April 2018

જામનગર જીલ્લા જેલમાં કેદીઓની આંખો તપાસાઇ

જામનગર :  અંહિયા અંધત્વ નિવારવા સપ્તાહની પૂર્વ સંધ્યાએ જીલ્લા જેલમાં કેદી ભાઇઓની તપાસ કાજે વનિતાબેન વિશ્વનાથ ત્રિવેદી ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ મટુભાઇ ત્રિવેદી દ્વારા નેત્રયજ્ઞ યોજાયો હતો જેમાં ૫૦૧ પૈકી ૧૦૧ કેદી ભાઇઓ જેલ પરિવાર સિપાઇઓનેે આંખના ટીપાદ્વારા, ટયુબ, કાળા ચશ્મા તેમજ બેતાલાના ચશ્મા ૪૦ કેદીઓને સ્થળ ઉપર મફત આપવામાં આવેલ હતા અને  એકને મોતીયાનું ઓપરેશન જી.જી. હોસ્પીટલમાં કરાવી આપવામાં આવશે વીવી ફાઉન્ડેશન ઓફ ઇન્ડીયા અને  રણછોડદાસ આશ્રમ સુચિત કેમ્પને સફળ બનાવવા ઇન્ચાર્જ જેલ સુપ્રીન્ટેન્ડન્ટ વી. ગોહીલ વેલકમ ઓટ્રી.શીયનના પ્રકાશ ખુડખુડીયા, રમેશ ખીરા, મનસુખ દેવાણી વિગેરેનો સહયોગ મળયો હતો. તસ્વીરોમાં કેમ્પનું થતુ ઉદ્ઘાટન,કેદીની આંખો તપાસતા તબીબ અને અન્ય લાભાર્થીઅલ દર્હાય છે. (તસ્વીર અહેવાલ મુકુન્દ બદીયાણી, જામનગર) (૩.૬)

(12:59 pm IST)