Gujarati News

Gujarati News

News of Wednesday, 4th April 2018

ઉપલેટામાં રખડતા ભટકતા ઢોરને પકડીને યોગ્ય જગ્યાએ સ્થળાંતરની માંગણી

ઉપલેટા તા.૪: શહેર કોંગ્રેસ સમીતીના મહામંત્રી કમલેશભાઇ વ્યાસએ ચીફ ઓફીસર તેમજ પ્રમુખ દાનાભાઇ ચંદ્રવાડીયાને રજુઆત કરેલ કે શહેરની અંદર રઝળતા ઢોર, ખુંટીયાઓનો ત્રાસ વધતો જાય છે.

જેમને કારણે દિવસ દરમ્યાન ભટકતા આવા આખલાઓ રોડ રસ્તાઓ ઉપર અવાર નવાર બાખડતા હોવાથી ત્યાંથી પસાર થતા રાહદારીઓ માટે ઘાતક સાબિત થઇ રહ્યા છે. ત્યારે નાના મોટા એકસીડન્ટ એ રોજનું થઇ ગયું છે. આવા આખલાઓ અને રઝળતા ઢોરને નગરપાલીકા તાકીદે તાબે કરી ઉપલેટા ગૌશાળા કે અન્ય યોગ્યા જગ્યા પર સ્થળાંતર કરવામાં આવે તે માંગણી ઉપલેટા શહેરના દરેક વિસ્તારમાંથી ઉઠવા પામી છે.

(11:50 am IST)