Gujarati News

Gujarati News

News of Wednesday, 4th April 2018

વડીયામાં સખી સહેલી તાલીમ

વડીયા : આઇ. સી. ડી. એસ. યોજના હેઠળ કિશોરી યોજના સખી સહેલી યોજનાનું આયોજન કરવામાં આવેલ ગુજરાત સરકાર દ્વારા ૧પ થી ૧૮ વર્ષની કિશોરીઓને શારીરિક અને નિપુર્ણતા કેળવાય અને કુપોષણ ન રહે એ માટે ગુજરાત સરકાર દ્વારા કિશોરીઓનું તાલીમનું આયોજન ગોઠવેલ જેમાં કિશોરીઓને અલગ-અલગ પ્રકારના ચિત્રો દોરાવી જેમાં રંગપુરાવી ચિત્રની તાલીમ સવારે ૧૦ થી સાંજે પ સુધી આ પ્રવૃતિઓ આંગણવાડીના ઇન્ચાર્જ સી. ડી. પી. ઓ. રમાબહેન વેકરીયા તેમજ સોનલબહેન પાઘડાળ અને શોભનાબહેન સોલંકી દ્વારા નાની કિશોરીઓને કે પ્રકારનો આહાર લેવો જોઇએ જેવા કે લીલા શાકભાજી કઠોળ  પૌષ્ટિક આહાર અને કિશોરીઓ મોટી થાય તે સમયે તેમના શરીરમાં કોઇ પણ જાતની તકલીફ ના પડે જેવી વિસ્તૃત માહિતીઓ આપવામાં આવેલ તેમજ રમત-ગમત વિશે પણ માહિતગાર કરવામાં આવેલ આ તકે વાડીયાની અંદાજીત ૪૦ થી પ૦ જેટલી કિશોરીઓને આ અંગેની આજે તાલીમ આપવામાં આવેલ હતી. તાલીમ વર્ગની તસ્વીર (તસ્વીર જીતેશગીરી ગોસાઇ-વડીયા)

(11:49 am IST)