Gujarati News

Gujarati News

News of Wednesday, 4th April 2018

બોટાદના વાવડી શાળામાં રમતોત્સવ

વાવડી : પ્રા. શાળામાં મુંબઇના શેઠ પ્રફુલચંદ્ર હિંમતલાલ દોશીના સહયોગથી ઇન્ટર સ્કુલ રમતોત્સવ-ર૦૧૭-૧૮ અંતર્ગત  કબડી, ખો...ખો..., ક્રિકેટ, વોલીબોલ, કોથળા દોડ, લીંબુ ચમચી, દેડકાદોડ, લોટ ફુક રમતોનું આયોજન કરાયુ હતું. વિજેતાઓને શિલ્ડ-પ્રમાણ પત્ર અપાયા હતાં. સફળ બનાવવા શાળાના શિક્ષકો ધર્મેન્દ્રભાઇ પટેલ તથા દિનેશભાઇ પરમારે જહેમત ઉઠાવેલ હતી. ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં. આચાર્ય મહેશભાઇ મહેતાએ અભિનંદન પાઠવ્યા હતાં.

(11:49 am IST)