Gujarati News

Gujarati News

News of Wednesday, 4th April 2018

ઉનાળાની ગરમીના ચારમાસ દરમ્યાન વકીલોને સુટ-ટાઇ પહેરવામાથી મુકિત અપાઇ

રાજકોટ,તા.૪: બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના રૂલ્સ દ્વારા સમગ્ર ભારત દેશમાં વકીલાતના વ્યવસાય સાથે સંકળાયેલા ધારાશાસ્ત્રીઓને ચોક્કસ પ્રકારનો ડ્રેસ પહેરવાનો ફરજીયાત બનાવવામાં આવેલ છે અને તે અનુસાર તાલુકા અને જિલ્લાની અદાલતોમાં ટાઇ અને કાળો કોટ પહેરવાનો ફરજીયાત બનાવવામાં આવેલ છે. પરંતુ ઉનાળાના સમયમાં એટલે કે એપ્રિલથી જૂલાઇ સુધીના સમયગાળામાં કાળોકોટ પહેરવાને કારણે ગરમીનો અસહ્ય ત્રાસ સહન કરવો પડતો હતો. સંખ્યાબંધ ધારાશાસ્ત્રીઓ પરસેવે રેબઝેબ થઇ જતાં હતા તેમજ ધારાશાસ્ત્રીઓને ગંભીર બીમારીઓનો ભોગ બનવુ પડતું હતું. આ સંદર્ભે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત તરફથી જુદા-જુદા સમયે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા તથા ગુજરાત હાઇકોર્ટ સમક્ષ જરૂરી રજુઆતો કરવામાં આવેલ હતી. જેના સંદર્ભે તા.૧૨.૩.૨૦૦૯ના રોજ બાર કાઉન્સિલ ઓફ ગુજરાત તરફથી એક ખાસ કમિટી બનાવી ડ્રેસ-કોડ બાબતે રજૂઆત કરવામાં આવેલ હતી.

 

બાર કાઉન્સિલ ઓફ ગુજરાત તરફથી કરવામાં આવેલ રજૂઆતને લક્ષમાં રાખી તા.૧૮.૩.૨૦૦૯ના રોજ ગુજરાત હાઇકોર્ટ તરફથી ભારતીય બંધારણના અનુચ્છેદ ૨૩૫ તથા ક્રીમીનલ મેન્યુઅલ ૧૯૭ અનુસાર એક ખાસ નોટીફીકેશન બહા પાડવામાં આવેલ અને જે ઉનાળાના સમય દરમિયાન દર વર્ષે તારીખ ૧લી એપ્રિલ થી ૩૧મી જૂલાઇ સુધી નીચલી અદાલતો (તાલુકા અદાલતો), સેશન્સ તથા જિલ્લા અદાલતોમાં વ્યવસાય કરતા ધારાશાસ્ત્રીઓને કાળો કોટ પહેરવા માંથી મુકિત આપવામાં આવી, તેમજ આ સમય દરમિયાન ધારાશાસ્ત્રીઓને સફેદ શર્ટ,સફેદ કોલર સાથે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના લોગોવાળી ટાઇ ફરજીયાત પહેરવી, તેવો સુધારો કરેલ જેની આ પત્ર દ્વારા જાણ કરવામાં આવે છે.

આ અંગે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના લોગોવાળી ટાઇ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ઓફીસેથી (એક ટાઇની કિંમત રૂ.૮૦/-) મળી રહેશે. આપના બાર એસોશિએસનના ધારાશાસ્ત્રીઓની જરૂરીયાત મેજબની ટાઇઓ મંગાવવા માટે બાર એસોશિએસનને બાર કાઉન્સિલ ઓફ ગુજરાત ના નામનો અમદાવાદની શાખા પરનો ડીમાન્ડ ડ્રાફટ(પોસ્ટેજ ખર્ચ અલગ) મોકલેથી મેળવી શકાશે.(૧.૩)

(11:47 am IST)