Gujarati News

Gujarati News

News of Wednesday, 4th April 2018

તાલાલાના હડમતીયામાં માનવ સોલંકીએ એસિડ ગટગટાવ્યું: રાજકોટ ખસેડાયો

ઘર પાસે પટેલ સમાજની વાડીની છત પર જઇ પગલું ભર્યુ

રાજકોટ તા. ૪: તાલાલા ગીરના હડમતીયા ગામે રહેતાં અને ખેત મજૂરી કરતાં માનવ હરિભાઇ સોલંકી (ઉ.૧૮) નામના કોળી યુવાને ઘર નજીક આવેલી પટેલ સમાજની વાડીની છત પર જઇ એસિડ પી લેતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે.

માનવ બે ભાઇમાં નાનો છે. તે બેભાન હોઇ એસિડ પીવાનું કારણ બહાર આવ્યું નથી. હોસ્પિટલ ચોકીના દેવરાજભાઇ અને રવિભાઇ ગઢવીએ તાલાલા પોલીસને જાણ કરી હતી. (૧૪.૫)

 

(11:47 am IST)