Gujarati News

Gujarati News

News of Wednesday, 4th April 2018

પ્રભાસ પાટણમાં હનુમાન જયંતિ નિમિતે શોભાયાત્રા

પ્રભાસપાટણઃ મુખ્ય બજારમાં પોલીસ કવાર્ટરની સામે આવેલ પ્રાચીન હનુમાનજી નાં મંદિરે ઉત્સવ મનાવવામાં આવેલ શોભાયાત્રા કાઢવામાં આવેલ હતી આ શોભાયાત્રા મેઇન બજાર,મઠચોક,રામ મંદિર,ભોયવાડા,જમજગ્નેશ્વર મહાદેવ મંદિર થઇને મોટાકોળી વાડામાં રામદેવજી ચોકમાં પૂર્ણાહુતિ થયેલ.

રૂટમાં ઠેક-ઠેકાણે ચા-પાણી,ઠંડા પીણા સહિતનાં અનેક સ્ટોલ રાખવામાં આવેલ હતાં પાટણ કોળી સમાજનાં લોકો અને અન્ય સમાજનાં લોકો જોડાયા હતાંઅને બેન્ડ વાજાના રમઝટ સાથે હનુમાન દાદાનાં જયઘોસ સાથે શોભાયાત્રા કાઢવામાં આવેલ.મુખ્ય આયોજક હરભોલે મિત્ર મંડળ અને સર્વ સભ્યો તેમજ જય ચામુંડા ગરબી મંડળ,જય અંબે ગરબી મંડળ સહિતનાં મંડળો એ જહેમત ઉઠાવી હતી.

શોભાયાત્રામાં જીલ્લા કોળી સમાજનાં પ્રમુખ કાનાભાઇ ગઢીયા,સમસ્ત કોળી સમાજનાં પ્રમુખ લક્ષ્મણભાઇ સોલંકી,શિવગંગા વાળા પ્રવિણભાઇ,યુવાભાજપનાં જીલ્લા મહામંત્રી રામભાઇ સોલંકી,અગ્રણી સી.જે. ભટ્ટ,નગરપાલીકાનાં સભ્ય રાજેશભાઇ ગઢીયા સહિત અનેક અગ્રણીઓ અને મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.(તસ્વીર દેવાભાઇ રાઠોડ)

(11:47 am IST)