Gujarati News

Gujarati News

News of Wednesday, 4th April 2018

મેથળા બંધારો બનાવવાના આયોજન માટે બેઠક

દરિયાના પાણી આડે પાળો બંધાયો

તળાજા તા. ૩ :.. વણથંભો વિકાસના દાવાઓ સરકાર ભલે કરે પરંતુ તળાજા પંથકના ખેડૂતો કોઇપણ જગ્યાએ ખેડૂતોને લાભ સિધી રીતે ભૌગોલીક કામને લઇ અપાવે તેવા કામ ન થયાનો અસંતોષ માની રહ્યા છે. તેનો સિધો પુરાવો છે મેથળા બંધારાની ફાઇલ અધધ... ર૦ વર્ષથી સરકારમાં પડી છે.

 

તેની સામે સરકારએ મેથળા અને આસપાસના પંદર ગામોની કેટલીક પડતર જમીન માઇનીંગ માટે આપી દેતા ખેડૂતો રોષે ભરાયા છે. ત્યારે ચાર દિવસ પહેલા ખેડૂતો એ સ્વંય જાગૃતતા દાખવી જાત મહેનત અને ફંડ દ્વારા મેળવેલ વાહનો, સાધનોની મદદથી દરીયામાંથી આવતુ પાણી અટકાવવા માટે પાળો બાંધી દિધો હોવાનું ભરતભાઇ ભીલએ જણાવ્યું હતું.

વધુમાં તેઓએ જણાવ્યું હતું કે મેથળા બંધારો બનાવવા માટે શુ કરવુ તે માટે શુક્રવાર તા. ૬ ના રોજ એક બેઠક સભા બોલાવવામાં આવી છે. આ સભા ખેડૂતોએ સ્વંયભુ બોલાવી છે. પક્ષાપક્ષીથી દુર છે. પરંતુ કોઇપણ પક્ષના લોકો આપી શકે છે.  જાણવા મળ્યા પ્રમાણે કોંગ્રેસ મેથળા બંધારાના મુદે  ખેડૂતો સાથે રહી રાજકીય રણનીતિ પણ ઘડશે.

(11:46 am IST)