Gujarati News

Gujarati News

News of Wednesday, 4th April 2018

ઉપલેટા નોબલહુડ સ્કુલમાં વાર્ષિક એવોર્ડ અર્પણ

ઉપલેટા : નોબલહુડ સ્કુલમાં વર્ષભર બાળકોએ કરેલી વિવિધ કામગીરીઓ બદલ વાર્ષિક એવોર્ડ આપવામાં આવ્યા હતા. જેમા વિદ્યાર્થીઓને ટ્રોફી, મેડલ તથા સર્ટીફીકેટ એનાયત કરવામાં આવ્યા હતા. આ તકે નગરપાલિકા પ્રમુખ દાનાભાઇ ચંદ્રવાડીયા, ભારત વિકાસ પરિષદ પ્રમુખ ગીરીશભાઇ શિચાગીયા, શાળાના પ્રેસિડેન્ટ ભરત વઘાસિયા, ડિરેકટર બ્રિજેશ વિરાણી ઉપસ્થિત રહ્યા હતા. (તસ્વીર - અહેવાલ : કૃષ્ણકાંત ચોટાઇ - ઉપલેટા)

(11:45 am IST)