Gujarati News

Gujarati News

News of Wednesday, 4th April 2018

મીઠાપુર સુરજકરાડીમાં ભારત બંધને સમર્થન

દેવભૂમિ દ્વારકા જીલ્લાના છેવાડાના ગામ મીઠાપુર તેમજ સુરજકરાડીમાં  ભારતના અનુસુચિત જાતી-જન જાતી સમાજ ના ભારત બંધના એલાનને અનુલક્ષીને બધાજ વેપારી ભાઇઓેએ સાથ સહકાર આપી સવારના ભાગે પોતાના ધંધા રોજગાર બંધ રાખ્યા હતા. આ સમયે અનુસુચિત સમાજ દ્વારા સુરજકરાડીમાં ઓખા નગરપાલિકાની પેટા કચેરી સામે વિરોધ પ્રદર્શનો કરવામાં આવ્યા હતા. જેમાં સૂરજકરાડીના સ્ટેટ હાઇવેનાં ટ્રાફિકને આશરે અડધો કલાક સુધી જામ કરી તાજેતરના સુપ્રીમ કોર્ટના ચુકાદાના વિરોધમાં નારેબાજી કરાઇ હતી તેમાં પોલીસ દ્વારા ૪ શખ્સોની અટકાયત કરાઇ હતી જેને બાદમાં છોડી મુકવામાં આવ્યા હતા. યુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ વિરોધ પ્રદર્શનોમાં કોઇજ અનિચ્છનીય બનાવ બન્યો ન હતો.(તસ્વીર-અહેવાલઃ દિવ્યેશ જટણીયા મીઠાપુર)

(11:44 am IST)