Gujarati News

Gujarati News

News of Wednesday, 4th April 2018

સાઇપ્રસમાં નોકરી માટે ગયેલ પરીણિત યુવતી ઇસ્તંબુલ એરપોર્ટ ઉપર ફસાઇ

સારા પગાર અને નોકરીની લાલચમાં એજન્ટ દ્વારા વિદેશ જતાં પાસપોર્ટ ખોવાઇ ગયોઃ વન-વે વિઝામાં પરત ફરતા મુશ્કેલીઃ પોરબંદરમાં પતિ દ્વારા કલેકટરને રજૂઆતઃ અગાઉ નોકરીની લાલચમાં ગયેલ ર૦૦ થી વધુ યુવાનોને સાઇપ્રસમાં નોકરી ન મળતા રોડ ઉપર દિવસો ગુજારેલ

પોરબંદર તા. ૪ :.. પોરબંદરથી સાઇપ્રસ નોકરી માટે ગયેલ  પરીણિત યુવતી હેતલ સુનિલભાઇ દાસાણીનો પાસપોર્ટ ખોવાય જતાં વન-વે વિઝા હેઠળ ભારત પરત આવતા સમયે ઇસ્તંબુલ એરપોર્ટ ઉપર પુરતા ડોકયુમેન્ટ રજૂ ન કરી શકતા તેમને અટકાવવામાં આવી છે.

સાઇપ્રસમાં પાસપોર્ટ ખોવાય જતાં તેને ભારત આપવા માટે વન-વે વિઝા આપવામાં આવેલ અને સાઇપ્રસથી પોરબંદર આવતા ર યુવાનો સાથે  પરત આવી રહેલ હતી. બન્ને યુવાનો પાસપોર્ટ તથા ડોકયુમેન્ટ બરોબર હોય અમદાવાદ એરપોર્ટથી પોરબંદર આવી ગયેલ છે.

સાઇપ્રસમાં પાસપોર્ટ ખોવાઇ ગયાની જાણ તેના પોરબંદર રહેતા પતિને કરીને પરત ફરી રહ્યાનું જણાવેલ અને પતિ અમદાવાદ એરપોર્ટ તેડવા ગયેલ ત્યારે પોરબંદરના ર યુવાનોએ સાથે હેતલ સુનિલભાઇ દાસાણી એરપોર્ટ ઉપર ફસાય ગયાનું જણાવેલ હતું યુવતીના પતિ પોરબંદર જિલ્લા કલેકટરને રજૂઆત કરીને મદદ માટે જણાવેલ હતું.

ત્યારે કલેકટરને ભારતની એમ્બેસીની મદદ લેવા જણાવ્યું હતું.

થોડા સમય પહેલા પોરબંદર જીલ્લાના ર૦૦ થી વધુ યુવાનો એજન્ટની લાલચમાં ફસાઇને સાઇપુર, ગયેલ અને નોકરી ન મળતા રોડ ઉપર દિવસો વિતાવ્યા હતાં એજન્ટ દ્વારા છેતરપીંડી ભોગ બનેલ પોરબંદર જિલ્લાના મેરૂભાઇ ભીખાભાઇ મોઢવાડીયા દેવાભાઇ સીસોદીયા, દેવાભાઇના પત્ની, ફટાણાના મયુર રાણાભાઇ, રાણાવાવના પીપળીયાના દેવશીભાઇ વગેરે એ પોરબંદર એસ. પી. ને રજૂઆત કરી હતી. (પ-૧૮)

(11:44 am IST)