Gujarati News

Gujarati News

News of Wednesday, 4th April 2018

ગોંડલમાં કોટડિયા પરિવારના કુળદેવી મંદિરે ૧૬મો પાટોત્સવ : મહા રકતદાન કેમ્પ - સર્વરોગ નિદાન કેમ્પ

રાજકોટ તા.૪ : કાલે ગોંડલના ૨૭ - નેશનલ હાઇવે ઉમવાડા ચોકડી પાસે, શ્રી કોટડિયા ચેરીટેબલ ટ્રસ્ટ - ગોંડલ દ્વારા શ્રી કોટડિયા પરિવાર કુળદેવી મંદિર ખાતે મહારકતદાન કેમ્પ તથા સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ છે.

શ્રી કોટડિયા પરિવાર દ્વારા કુળદેવી શ્રી ગેલઅંબે અને માં શ્રી ખોડિયારના સાનિધ્યમાં કાલે ઉજવાશે. જેમા આજે તા.૪ ને બુધવારે રાત્રે ૯ વાગ્યે સત્સંગનું આયોજન કરવામાં આવ્યુ છે.

જયારે તા. ૫ ને ગુરૂવારે સવારે ૬:૩૦  વાગ્યે યજમાનોની દેહશુધ્ધિ, ૯ વાગ્યે ગણેશ સ્થાપન પૂજન, બપોરે ૧૨ વાગ્યે બીડુ હોમાશે અને ૧૨:૩૦ વાગ્યે પ્રસાદ ભોજનનું આયોજન કરવામાં આવ્યુ છે.

યજ્ઞ તથા પ્રસાદના દાતા પ્રફુલભાઇ ગાંડુભાઇ કોટડિયા, અ.સૌ.શોભનાબેન પ્રફુલભાઇ કોટડિયા, ભાર્ગવ પ્રફુલભાઇ કોટડિયા (સનમાઇકા એન્ડ પ્લાયવુડ - ગોંડલ) છે.

કોટડિયા પરિવારને દર્શન - પૂજન અર્ચનનો લાભ લેવા તથા વધુ માહિતી માટે સ્વ.રવજીભાઇ જીવરાજભાઇ કોટડિયા - આદ્યસ્થાપક ગોંડલ - શ્રી કોટડિયા ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ દિનેશભાઇ ઙ્ગરવજીભાઇ કોટડિયા મો. ૯૯૨૫૫ ૦૦૦૭૨, ચંદુભાઇ કોટડિયા મો. ૯૩૨૮૯ ૫૮૨૦૬, વિનુભાઇ કોટડિયા મો. ૯૮૨૪૮ ૩૫૪૩૧ અથવા મો. ૯૭૭૩૪ ૧૨૬૮૧ ઉપર સંપર્ક કરવા જણાવાયુ છે.ઙ્ગ

શ્રી કોટડિયા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અષાઢી બીજ, હવનાષ્ટમી તથા સરસ્વતી સન્માન, ચોપડા પૂજન, નવરાત્રી ઉત્સવ, રંગોળી સ્પર્ધા - પ્રદર્શન, અન્નકુટ ઉત્સવ, સ્નેહમિલન ૧૭ મો પાટોત્સવ સહિતનું આયોજન કરવામાં આવ્યુ છે.

આ ઉપરાંત ઉચ્ચ શિક્ષણ માટે તથા આર્થિક રીતે નબળા પરિવારોને મેડીકલ સહિતની સહાય, વિધવા પેન્શન, મહિલાઓ માટે સખીમંડળને લગતી માહિતી, આર્થિક રીતે નબળા પરિવારો માટે મંદિરના પરિસરમાં ટ્રસ્ટ તરફથી લગ્ન વિધી સહિતની પ્રવૃતિઓ કરવામાં આવી રહી છે.(૪૫.૪)

(11:44 am IST)