Gujarati News

Gujarati News

News of Wednesday, 4th April 2018

વાંકાનેર ખૂનની કોશિષના ગુન્હામાં વોન્ટેડ આરોપીને મોરબી એલસીબીએ ઝડપી લીધો

માળીયાના અપહરણના ગુન્હામાં વોન્ટેડ બે આરોપીને સીપીઆઇની ટીમે દબોચી લીધા

મોરબી, તા. ૪ : વાંકાનેરના હત્યાની કોશિષ અને માળીયા મિંયાણાના અપહરણના ગુન્હામાં વોન્ટેડ આરોપીઓને એલસીબી તથા સીપીઆઇની ટીમે દબોચી લીધા હતાં.

મોરબી જીલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડની સુચના અને એલ.સી.બી. ઇન્ચાર્જ પી.આઇ. આર.ટી. વ્યાસના માર્ગદર્શનના માર્ગદર્શન હેઠળ રજનીકાન્તભાઇ કૈલા તથા નંદલાલભાઇ વરમોરાએ વાંકાનેર તાલુકા પોલીસ મથકના આઠ માસથી ખૂનની કોશિષના ગુનામાં નાસ્તો ફરતો આરોપી બાબુલાલ ઉર્ફે બાબુ રાઘુભાઇ રામભાઇ ભાોર/આદિવાસી ઉ.રર) રહે. ઉકાલા કન્યા હોસ્ટેલની બાજુમાં, મધ્યપ્રદેશ વાળા મોરબી ત્રાજપર ચોકડી પાસે હોયની ખાનગી બાતમીના આધારે વોચ ગોઠવાતા આરોપી બાબુને ઝડપી પાડીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

તેમજ મોરબી જીલ્લા પોલીસવડા જયપાલસિંહ રાડોડ અને ડીવાયએસપી બન્ને જોષીની સુચનાથી સર્કલ પોલીસ ઇન્સ્પેકટર આઇ.એમ. કોંધીયા અને એએસઆઇ અનંત પટેલની ટીમે માળીયામાં સગીરાને ભગાડી જનાર આરોપી સેત્યા જોગડિયા ભાભોર તેમજ તેણે મદદગારી કરનાર આરોપી રામસિંગ જોગડીયા ભાભોર અને કાળુ જોગડીયા ભાભોર રહે. બધા એમપીવાળાને ઝડપી લઇને જેલહવાલે કરવામાં આવ્યા છે. (૮.૯)

(11:43 am IST)