Gujarati News

Gujarati News

News of Wednesday, 4th April 2018

સાસુએ પાઠમાં જવાની ના પાડતા વહુનો આપઘાત

ભાણવડના મોડપર ગામનો બનાવઃ ઘઉંમાં નાખવાના ઝેરી ટીકડા 'ચા'માં પાઇ દેતા ખંભાળીયાના યુવાનનું મોત

ખંભાળીયા, તા., ૪: ભાણવડના મોડપર ગામે રહેતા મેનાબેન જયમલભાઇ પરમાર (ઉ.વ.૧૯) તેમની સાસુએ ગોઇજ ગામે રામાપીરના પાઠમાં જવાની ના પાડતા લાગી આવતા પોતાની મેળે ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન મરણ ગયેલ છે.

ખંભાળીયા રેલ્વે સ્ટેશન નજીક પરબત વેજાણંદભાઇ ધ્રાંગુ (ઉ.વ.ર૮)ન ઘરે ચામાં ઘઉંમાં નાખવાના ઝેરી ટીકડા પાઇ દીધેલ હોય જે ચા પી જતા સારવાર દરમિયાન મરણ ગયેલ છે.

દ્વારકામાં પડી જતા મોત

દ્વારકામાં રહેતા વલ્લભદાસ રામજીભાઇ વિઠલાણી (ઉ.વ.૬પ) વાળા ટીબી હોસ્પીટલમાં સારવાર દરમિયાન પગ લપસીને પડી જતા સારવાર દરમિયાન મરણ ગયેલ છે.

દાઝી જતા

 ભાણવર ધારાગઢ વિસ્તારમાં રહેતા રીઝવાનબેન ઇસ્માઇલભાઇ (ઉ.વ.૩૦) વાળા વાડીએ ચુલો પેટાવતી વખતે અકસ્માતે દાઝી જતા સારવારમાં ખસેડવામાં આવેલ છે.

ભુલથી ઝેર પીધુ

ભાણવરના ઢેબર ગામે રહેતા કાસમ ભીખુભાઇ હીંગોરા (ઉ.વ.રર)વાળાનું માથુ દુઃખદુ હોય જેથી ભુલથી જંતુનાશક દવા પી જતા સારવારમાં ખસેડવામાં આવેલ છે.

(11:43 am IST)