Gujarati News

Gujarati News

News of Wednesday, 4th April 2018

અલંગવાડીએ વિલાયતી દારૂ વેંચાણ કરતા ર૮ બોટલ સાથે ઝબ્બે

ભાવનગર, તા.૪ : તળાજા - મહુવા વિભાગીય પોલીસ વડાની સ્કવોડના અરવિંદભાઇ બારૈયા તથા જયરાજસિંહ ચુડાસમાને મળેલી બાતમી ની રાહે અલંગ  મરીન પો.ઇન્સ. ટી.એસ.રીપવીને જાણ કરી અલંગ વાડી વિસ્તારમાં વાડી ધરાવતા મંગળસિંહ જગદિશસિંહ ગોહિલની પાડીએ સંયુકત રીતે રેડ કરી હતી. રેડ દરમીયાન વાડી માલિક મંગળસિંહ ગોહિલ તથા ભણીયો જગદિશ ધાનાભાઇ મકવાણા બે ને ર૮ બોટલ વિલાયતી દારૂ કિં.૮૪૦૦/ સાથે ઝડપાઇ જવા પામેલ.

પોલીસના જણાવ્યા પ્રમાણે ભૂતકાળમાં  પણ આ વાડીમાં રેડ કરી આરોપીઓ પાસેથી દારૂનો જથ્થો ઝબ્બે કરેલ હતો. મરીન પોસઇ ટી.એસ.રીપવીએ જાતે ફરીયાદી બની બેને બુટલેગરો વિરોધ ધોરણસરની કાર્યવાહી કરી છે.

(11:43 am IST)