Gujarati News

Gujarati News

News of Wednesday, 4th April 2018

જુનાગઢ ભવનાથથી સોમનાથ મંદિરે પગપાળા ૧૦૦મી યાત્રા પૂર્ણઃ પાંચ પ્રતિજ્ઞાઓ

પ્રભાસ પાટણ તા.૪: જુનાગઢ ભવનાથથી સોમનાથ સુધી પદયાત્રા કરીને ૧૦૦ મી યાત્રા પૂર્ણ કરેલ છે. આ યાત્રાનો મુખ્ય સંકલ્પ લોકોનાં સુખોમાં વધારો થાય અને રાજકીય લોકોને સારી સદબુધી આપે જેથી લોક ઉપયોગી કાર્યો કરી શકે.

તેઓની પ્રતિજ્ઞાઓ આ પ્રમાણે છે કે ભારત દેશમાં આંતકવાદ અને ભ્રષ્ટાચાર નાબુદ થાય, તેમજ ભારત દેશમાં ભૂલકાઓને સમાન રીતે ભણવાનો અધિકાર મળે, સમાજ અને દેશને વ્યસન મુકત દેશ બનાવે,  તથા ડો. ભીમરાવ આંબેડકરે જે સવિધાનમાં જનલોકપાલ બિલ બનાવેલ તેમાં અન્ના હજારેતથા કેજરીવાલે જે સુધારા કરેલ તે જનલોકપાલ બીલ તાત્કાલિક પાસ કરાવે અને દેશમાં અમલ કરાવે. તથા ભારત દેશની ગૌમાતાઓ, માતાઓતથા બહેનો પર થતા અત્યાચારીઓને જાહેરમાં સજા કરે અને કડક કાયદો બનાવી અમલવારી કરાવે, ન્યાય તંત્ર ઝડપી બનાવે અને કેશોનો વહેલી તકે નિકાલ કરાવે.

આ ૧૦૦ મી યાત્રામાં જોડાયેલામાં ડો. ડી. જે. રાઠોડ, નાથાભાઇ નગાજણભાઇ સોલંકી, ભગવાનભાઇ રામભાઇ સોલંકી, રમેશભાઇ નાથાભાઇ સોલંકી, નગાભાઇ રામભાઇ સોલંકી, આંજણભાઇ ઘુઘલ, વૈભવકુમાર ગોહીલ સહિતનાં અગ્રણીઓ આ પદયાત્રામાં જોડાયેલા હતા.

(11:42 am IST)