Gujarati News

Gujarati News

News of Wednesday, 4th April 2018

તળાજામાં અવેડા બાંધવાની અવધિ પૂર્ણ થવા છતાં હજુ કોન્ટ્રાકટરે કામ શરૂ નથી કર્યું

ભાવનગર, તા. ૩ : 'રાઝ ખોલ' સમી બની રહેલ તળાજા નગર પાલિકાની સામાન્ય સભામાં વિવિધ મુદ્દે થયેલ પ્રશ્નોત્તરી, તેના ખુલાસા નગરજનોમાં ચર્ચાની એરણે ચઢયા છે. જેમાં સોસીયલ વેલ્ફેર ફંડમાંથી કોઇને સહાય અથવા તો ન વાચવામાં ન આવ્યાનો મામલો અને અવેડા બાંધવા માટેની મુદત પૂર્ણ થઇ જવા થતા કામગીરી શરૂ કરવામાં ન આવવાના મામલે આવતા સમયમાં પરિવર્તન જોવા મળશે તેમ જાણવા મળી રહ્યું છે.

ગત સામાન્ય બોડીએ બે લાખ મંજુર કર્યા હોવા છતાં વેલ્ફેરમાંથી એક સુત્રો પણ આપવામાં આવ્યાનું ન દર્શાવાયું હતું. આ ફંડમાંથી પાલિકાના કોઇપણ કર્મચારી દ્વારા સારૂ કાર્ય કરવામાં આવે તો તેને બીરાદવવામાં આવતા હોય છે. પરંતુ અત્યાર સુધી કોઇને બીરદાવવામાં ન આવતા એવો સવાલ કરવામાં આવ્યો હતો કે આજ સુધી એકપણ કર્મચારીની બીરદાવવા લાયક કામગીરી થઇ જ નથી ?

પ્રશ્નોતરી દરમિયાન એક પોલી એવડા બનાવવાના મામલે ખુલી હતી. જેમાં નગર સેવકના પ્રશ્નના જવાબમાં એવડા બનાવવા માટે છ માસ પહેલા કોન્ટ્રાકટ આપવામાં આવેલ હતો. નગરના વિવિધ સ્થળે ૧૪ એવડા બાંધવાના છે. આ કોન્ટ્રાકટરને છ માસમાં એટલે કે ધોમધખતા ઉનાળા પહેલા અવેડા બંધાય જાય તો પશુઓ પાણી પી શક, પરંતુ કોન્ટ્રાકટર દ્વારા છ માસની અવધી પૂર્ણ થવા છતાં પણ એવડા બાંધ્યા નહોઇ, તડકો શરૂ થઇ ગયો હોઇ વિલંબ કરવા બદલ કોન્ટ્રાકટર વિરૂદ્ધ યોગ્ય પગલા ભરવાનું સૂચવવામાં આવેલ.

કોંગ્રેસના સુચનને ભાજપ દ્વારા પણ આવકારવામાં આવેલ.

(11:41 am IST)