Gujarati News

Gujarati News

News of Wednesday, 4th April 2018

ભાવનગર પંથકમાં ખેડૂતો જમીન નહીં આપવા મક્કમ!

ભાવનગર તા. ૪: ઘોઘાનાં બાડી, પડવા, મલેકવદર, સુરકા સહિતનાં ૧ર ગામોમાં જમીન સંપાદન બાબતે ગુજરાત પાવર કોર્પોરેશન લીમીટેડ અને ખેડુતો વચ્ચેની મડાગાંઠ યથાવત રહી છે. ખેડૂતો જમીન નહિં આપવા મક્કમ છે.

દરમ્યાન ખેડૂતોએ તેના બાળકોના શિક્ષણનો બહિષ્કાર કર્યો છે અને ૧ર ગામોમાં શાળાએ ભણતા તેના બાળકોનાં લીવીંગ સર્ટી. (એલ.સી.) કઢાવવા અરજી કરી છે. જોકે શાળાએ હજુ બાળકોને એલ.સી. કાઢી આપ્યા નથી. આમ તંત્ર અને ખેડુતોના ઘર્ષણમાં માસુમ બાળકોના ભણતરનો ભોગ લેવાય તેવી પરિસ્થિતિ ઉભી થઇ છે. (૭.૧૭)

(11:40 am IST)