Gujarati News

Gujarati News

News of Wednesday, 4th April 2018

શીશક ગ્રામ પંચાયતનું અંદાજપત્ર નામંજૂર સભ્યો સુપરસીડ થવાના એંધાણ

કોટડાસાંગાણી તા. ૪ : તાલુકા ના શીશક ગ્રામ પંચાયત નુ અંદાજપત્ર ગત તારીખ ૨૮.૩.૨૦૧૮ઙ્ગ ના મંજુર થયુ હતુ જેને લઇને જીલ્લા પંચાયત દ્વારા નોટીસ ફટકારી છે અને ગ્રામ પંચાયત ના સ્વભંડોળ માંથો કોઈ ખર્ચ નહી કરવાનો આદેશ પણ અપાયો છે.

અંદાજપત્ર રજુ કરતી વેળાએ ગ્રામ પંચાયત ના સભ્યો મગનભાઈ ગોંડલીયા. તથા મુકતાબેન મનસુખભાઈ બે સભ્યોએ જ અંદાજપત્ર મંજુર થવા બાબતે મત આપ્યા હતા જયારે અન્ય સભ્ય મહેશભાઈ ઠુંમર, મનીષાબેન રાઠોડ, જગદીશભાઈ ખેતરીયા, રંભાબેન ખીયા આ ચાર સભ્યોએ અંદાજપત્ર નામંજુર કરવા બાબતે મતો આપ્યા હતા.જેને લઈને શીશક ગ્રામ પંચાયત નુ અંદાજપત્ર ના મંજુર થયુ હતુ.

શીશક નુ બહુમતીથી બજેટ નામંજૂર થતાં ગ્રામ પંચાયતના ચૂંટાયેલ સરપંચ સભ્યો સહિતના તમામ સભ્યો સુપરસીડ થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે.(૨૧.૯)

(11:40 am IST)