Gujarati News

Gujarati News

News of Wednesday, 4th April 2018

સુત્રાપાડા ટીબડી ગામે સબ સ્ટેશનને દિપડાઓએ બનાવ્યુ ઘરઃ વિજ પ્રવાહ સામે મોટુ જોખમ

પ્રભાસ પાટણ તા. ૪ :.. સુત્રાપાડા તાલુકાનાં ટીંબડી ગામે આવેલ રર૦ કે. વી.નાં સબ સ્ટેશનને દિપડાઓએ ઘર બનાવી વસવાટ શરૂ કરેલ છે. આ સબ સ્ટેશનમાં જોરદાર વિજ પ્રવાહને કારણે દિપડાઓ માટે સતત મોત જળુંબી રહેલ છે.

આ સબ સ્ટેશનમાં કામ કરતા મજૂરો   ઉપર પણ મોત ઝળુબી રહેલ છે આ બાબતે જંગલ ખાતાએ પાંજરૂ પણ મુકાયેલ છે. અને આ દિપડો પાંજરે પુરાયેલ નથી તેવું સી. સી. ટી. વી. કેમેરામાં કેદ થયેલ છે.

તાજેતરમાં લાટી અને ઉકડીયા ગામે ખુલ્લા કુવામાં દિપડાઓ પડી અને મૃત્યુ પામેલ હતા અને ફરીથી આ વિસ્તારમાં આ ટીંબડી ગામે સબ સ્ટેશનમાં દિપડાએ રહેણાંક કરતા ફરી દિપડા ઉપર મોત ઝળુબી રહેલ છે.

(12:16 pm IST)