Gujarati News

Gujarati News

News of Wednesday, 4th April 2018

ગારીયાધારના નાની વાવડીથી બેલા સુધીના માર્ગનું કામ ખોરંભે

સરપંચોએ રાવ કરતા એજન્સી પણ ગાયબ

ગારીયાધાર તા. ૪ :.. નાની વાવડી ગામથી લઇને બેલા નજીક સુધીનો ૧૦ કી. મી. માર્ગનું કામ લાંબા સમયથી એજન્સી દ્વારા ખોરંભે ચડાવી દેવાતા બિસ્માર માર્ગથી અહીંના ગ્રામજનો તોબા પોકારી ઉઠયા છે.

નાની વાવડી, વિરડી, મોરબા, બેલા અને સરંભડા સુધીનો ૧૦ કિ. મી. ડામર રોડ ખખડધજ બની જતાં આ માર્ગને પહોળો કરીને ડામર માટે નવીનીકરણ માટે હાથ ધરવામાં આવ્યું હતું પરંતુ છેલ્લા છ માસથી ચાલુ કામ જે તે એજન્સી દ્વારા અધુરૂ છોડીને ચલતી પકડી લેવામાં આવી છે. અધુરા ખોદકામ, અને ખખડધજ માર્ગથી અહીં પસાર થતા વાહન ચાલશે અને ગ્રામજનો હાલાકી વેઠી રહ્યા છે.

આ માર્ગના કામ બાબતે તમામ ગામના સરપંચો દ્વારા અનેક વખત ફરીયાદો અને કામ શરૂ કરવા માટે રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા પણ આંખ આડા કાન થઇ રહ્યા છે.

(11:39 am IST)