Gujarati News

Gujarati News

News of Wednesday, 4th April 2018

હળવદના મયુરનગર અને રાયસગપુર વચ્ચે પુલ જર્જરિત હાલતમાં

ચાર ગામના ખેડુતો દ્વારા આંદોલનની ચિમકી

હળવદ તા.૪ : તાલુકાના મયુરનગર અને રાયસંગપુર વચ્ચેનો પુલ ગત ચોમાસામાં ધોવાઇ જતાં જૈસે થે ની તુટેલી હાલતમાં હોવાથી યાડધ્રા, ધુળકોટ સહિત જુના- નવા રાયસંગપુરના ચાર ગામોના લોકો હળવદ મામલતદાર ,ટીડીઓ તેમજ જીલ્લા કલેકટરને લેખિત રજુઆત કરી હોવા છતાં કોઇ નિરાકરણ ન આવતા ગ્રામજનોમાં રોષ ફુલાયો છે. તદઉપરાંત આ બાબતે તંત્ર દ્વારા આગામી દિવસોમાં કોઇ ધ્યાન નહીં લેવામાં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે જવાની ચિમકી ગ્રામજનોએ ઉચ્ચારી છે.

મયુરનગર અને રાયસંગપુરને જોડતો પુલ ગત ચોમાસામાં ધોવાઇ જતાં ચાર ગામો સંપર્ક વિહોણા થયા હતાં, મયુરનગરમાં અભ્યાી કરતા રાયસંગપુર સહિત ચાર ગામના ૮૫ વિદ્યાર્થીઓનો ભાવિ અંધકારમાં મુકાયો છે. તો મયુરનગરથી હળવદ અપડાઉન કરતા ૪૦ વિદ્યાર્થીઓનું શુ ? આમ મયુરનગર ના તુટેલા  પુલથી કુલ ૧૫૦ જેટલા  વિદ્યાર્થીઓનો સમય વેડફાય છે એટલુંજ નહી ગામના જગતનો તાત પોતાની જણસી માર્કેટ યાર્ડમાં મોકલવા માટે જદીમાંથી પસાર થઇ જવુ ંપડતું હોવાથી ખેડુતવર્ગ પણ તાહિમામ પોકારી ઉઠયા છે.

મયુરનગરમાં સોૈરાષ્ટ્ર ગ્રામીણ બેંેકમાં વાર્ષિક ૨૫ કરોડનું વહીવટી થતું હતું પણ પુલ તુટી જતા  ખેડુત તેમજ  અન્ય ખાતેદારોને આવ-જાવ કરવામાં પડતી મુશ્કેલીના કારણે બેંકનું વહીવટી કામ ઠપ્પ થઇ ગયેઁું છે. બીજી તરફ મયુરનગરના લોકોનું સ્મશાનઘાટ સામાંકાંઠે હોવાથી અંતિમવિધિ કરવા માટે   પણ નખીમાંથી પસાર થઇ હાલાકી ભોગવવી પડતી હોય છે. આ તમામ સમસ્યાઓ માટે મામલતદાર કચેરીએ અગાઉ ગ્રામજનો સહિત વિદ્યાર્થીઓએ મામલતદારને લેખિત રજુઆત કરી આવેદન પત્ર પાઠવ્યો હોવા છતાં તંત્ર આંખ આડા કામ કરી રહ્યુ છે. તો હાલ પરસોતમ સાબરીયાને આ બાબતે ગ્રામજનોએ રજુઆત કરી હતી.(૩.૧)

(11:38 am IST)