Gujarati News

Gujarati News

News of Wednesday, 4th April 2018

બેન્ટોનાઇટના ખનન બદલ આશાપુરા ગ્રુપને ૧૭ કરોડનો દંડ

ભુજ, તા. ૪ : બેન્ટોનાઇટ વેંચાણમાં દેશભરમાં નામાકિત એવા આશાપુરા ગ્રુપને કચ્છ જિલ્લા ખાણ ખનિજ વિભાગે ૧૭ કરોડનો દંડ ફટકારતી નોટીસ પાઠવતા ખળભળાટ મચી ગયો છે. માતાના મઢ ગામના સર્વે નં. ૧૮૯માં આશાપુરા ગ્રુપ દ્વારા ગેરકાયદેસર ખનન કરીને લીઝનો ભંગ કરતા આ નોટીસ પાઠવાઇ છે. જીપીએસ અને ડીઆરાઇએલની મદદ લઇને હાથ ધરાયેલ તપાસમાં લીઝ બહારના વિસ્તારમાંથી ૬ લાખ ૩૦ હજાર મે.ટ.નું બે.ટોનાઇટનું ગેરકાયદે ખની કરાયું હોવાનું ધ્યાને આવતા ૧૭ કરોડનો દંડ ફટકારાયો છે. (૮.૭)

(11:36 am IST)