Gujarati News

Gujarati News

News of Wednesday, 4th April 2018

ભાવનગર પાસે ઇંટ ભરેલો ટ્રક ઉંધો વળી જતા ભીમીબેન અને ભાવેશના મોત

ભાવનગર તા. ૪: ભાવનગર નજીક ઇંટ ભરેલો ટ્રક પલ્ટી ખાઇ જતાં મહિલા સહિત બેનાં મોત નિપજયા છે.

વિગતો મુજબ પાલીતાણા-સોનગઢ રોડ ઉપર જુના સરોડા ગામનાં પાટીયા પાસે સિહોરનાં કનીવાવ ગામેથી ઇંટનો જથ્થો ભરેલી પાલીતાણા તરફ જઇ રહેલો ટ્રક નં. જીજે પ યુયુ ૪૮૬૮ નાં ચાલકે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતાં ટ્રક પલ્ટી ખાઇ જતાં ટ્રકમાં બેસેલા ભીમીબેન લાલુભાઇ નામની મહિલાનું ગંભીર ઇજા થતાં ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજયું હતું જયારે ભાવેશ ચંદુભાઇ રાઠોડ ઉ.વ. પ૦ રહે. કનીવાવ-સિહોરને ગંભીર ઇજા થતાં ભાવનગર ની સર ટી. હોસ્પિટલ ખસેડાયેલ જયાં તેનું પણ સારવાર દરમ્યાન મોત નિપજયું હતું. અકસ્માત સર્જાયા બાદ ટ્રક ચાલક ભાવેશ હરજીભાઇ સોલંકી નાસી છુટયો હતો.(૭.૧પ)

 

(11:36 am IST)